Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કાશ્મીરના વિકાસ માટે દુબઇ સાથે ડીલ

કાશ્મીરના વિકાસ માટે દુબઇ સાથે ડીલ
, મંગળવાર, 19 ઑક્ટોબર 2021 (12:37 IST)
જમ્મુ અને કાશ્મીરના વિકાસમાં દુબઈ પણ મહત્વની ભૂમિકા ભજવવા જઈ રહ્યું છે જમ્મુ અને કાશ્મીર વહીવટીતંત્રે દુબઈ સાથે એક મહત્વનો કરાર કર્યો છે. જમ્મુ -કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ કહ્યું છે કે દુબઈ સરકાર અને જમ્મુ -કાશ્મીર સરકારે એક કરાર કર્યો છે, જે કેન્દ્રશાસિત પ્રદેશને ઔદ્યોગિકરણ અને વિકાસમાં નવી ઉંચાઈઓ સુધી પહૉંચવામા મદદ કરશે. 
 
દુબઈ અને જમ્મુ કાશ્મીર પ્રશાસન વચ્ચે આ સમજૂતિ આ વિસ્તારમાં (કેન્દ્રશાસિત પ્રદેશ બન્યા બાદ) કોઈ પણ વિદેશી સરકાર તરફથી પહેલી રોકાણ સમજૂતિ છે. સરકારે  કહ્યું કે  દુબઈ સાથે થયેલી સમજૂતિમાં ઔદ્યોગિક પાર્ક, આઈટી ટાવર, બહુઉદ્દેશીય ટાવર, મેડિકલ કોલેજ અને એક સ્પેશિયાલિટી હોસ્પિટલ સહિત ઈન્ફ્રાસ્ટ્રાક્ચરનું નિર્માણ થશે. 
 
છેલ્લા કેટલાક દિવસથી ઘાટીમાં આતંકીઓએ અનેક બિન કાશ્મીરી લોકોને નિશાન બનાવ્યા છે અને તેમા પણ ખાસ કરીને બિન મુસ્લિમ લોકો. આવા સમયે દુબઈ સાથેની આ સમજૂતિ દહેશત ફેલાવવા મથતા આતંકીઓ અને દુશ્મન દેશોના મોઢા પર સણસણતો તમાચો છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ભારત-પાકિસ્તાન T-20 મેચ પર ઓવૈસીનો કટાક્ષ:ઓવૈસીએ કહ્યું- સરહદ પર 9 સૈનિક શહીદ થયા