Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઉત્તરપ્રદેશ - બસ અને ટ્ર્ક વચ્ચે ભીષણ ટક્કર, 8 મજૂરોના મોત, લગભગ 50 ઘાયલ

ઉત્તરપ્રદેશ -  બસ અને ટ્ર્ક વચ્ચે ભીષણ ટક્કર, 8 મજૂરોના મોત, લગભગ  50 ઘાયલ
, ગુરુવાર, 14 મે 2020 (09:42 IST)
કોરોના સંકટ અને લોકડાઉન વચ્ચે પરપ્રાંતિય મજૂરો સાથે અકસ્માતોની સિલસિલા બંધ થવાનુ નામ નથી લઈ રહ્યો. યુપીના મુઝફ્ફરનગરમાં બસ અકસ્માત બાદ મધ્યપ્રદેશના ગુનામાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં 8 કામદારોનાં મોત નીપજ્યાં છે અને 50 થી વધુ લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. આ ઘટના ગઈકાલે રાત્રે નોંધાઈ છે, જ્યારે શ્રમજીવી એક ટ્રકમાં સવાર થઈને મહારાષ્ટ્રથી યુપી પરત ફરી રહ્યા હતા.
 
આ અકસ્માત ત્યારે થયો જયારે ટ્રકની બસ સાથે ટક્કર થઈ. આ કામદારો ટ્રકમાં મુસાફરી કરી રહ્યા હતા. અકસ્માતની જાણ થતાં જ પોલીસ અને પ્રશાસનના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ તમામ 8 મૃતકો ઉત્તર પ્રદેશના રહેનારા હતા અને મહારાષ્ટ્રથી પરત ફરી રહ્યા હતા.
 
પોલીસે સ્થળ પરથી મૃતકોનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. તમામ મજૂરોની ઓળખ થઈ ગઈ છે. જે બાદ પગપાળા આવી રહેલા સેંકડો મજૂરોને પોલીસે ટ્રક તથા અન્ય વાહનોમાં બેસાડીને આગળ જવા રવાના કર્યા હતા.
 
જાણકારી પ્રમાણે બસનો ડ્રાઈવર દારૂના નશામાં હતો. બસ ડ્રાઈડવરની ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસે મામલાની તપાસ શરૂ કરી દીધી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Coronavirus Updates- દેશમાં કોરોના પોઝિટિવ 78000 પાર થઈ, 24 કલાકમાં 134 લોકો મૃત્યુ અને 3722 નવા કેસો