વર્તમાન સમયમાં લોકોનો ગુસ્સો વધી રહ્યો છે.. સમજ્યા વિચાર્યા વગર આજે લોકો આવેશમાં આવીને ગમે તે પગલુ ભરી લે છે.. જેનુ તાજુ ઉદાહરણ છે મહારાષ્ટ્રના ધુલેમાં બનેલી આ ઘટના. ધુલેના એક ગામના લોકોએ માત્ર શંકાના આધાર પર પાંચ લોકોની નિર્મમ હત્યા કરી નાખી છે. વાસ્તવમાં ગામના લોકોને શંકા હતી કે તેઓ મૃત બાળકને ચોરી કરીને લઈ જઈ રહ્યા છે. આ મામલે પોલીસે 10 લોકોની ધરપકડ કરી છે.
પોલીસના જણાવ્યા મુજબ ગામના લોકોએ પાંચ લોકોને બાળક ચોર સમજીને એટલી ખરાબ રીતે માર્યા કે તેમનાં મોત થઈ ગયાં. અત્યાર સુધી ગુજરાતમાં બાળકો ઉઠાવી જતી ગેંગ સક્રિય થઈ હોવાના સોશિયલ મીડિયા પર મેસેજ વાઇરલ થયા બાદ અલગ અલગ વિસ્તારોમાં આવી ઘટનાઓ બની રહી છે. આવા ફેક મેસેજ વાઇરલ થયા બાદ ઘણા નિર્દોષ લોકો હુમલાનો ભોગ બની ચૂક્યા છે.