પીએમ મોદી 5 એપ્રિલના રોજ રવિવારે લાઈટ બંદ કરવાનું શા માટે કહ્યુ
, શુક્રવાર, 3 એપ્રિલ 2020 (09:20 IST)
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશવાસીઓને એક વીડિયો સંદેશ આપ્યુ . PM મોદીના વીડિયો સંદેશથી 130 કરોડ દેશવાસીઓની સામૂહિકતાનો અહેસાસ કરજો. આ આપણને સંકટના સમયે તાકાત આપશે અને જીતવાનો આત્મવિશ્વાસ પણ આપશે.આજે ઘણા દેશો આનુ પુનરાવર્તન કરી રહ્યા છે. તે કર્ફ્યુ હોય કે, થાળી વગાડવાની હોય, રાષ્ટ્રને આ પડકારજનક સમયમાં તેની સામૂહિક શક્તિનો ખ્યાલ આવશે. તે સંકેત આપ્યો હતો કે દેશ કોરોના સામે લડી શકે છે. લોકડાઉન સમયે તમારી સામૂહિકતા ચરિતાર્થ થતી હોય તેવું લાગે છે.
વડાપ્રધાને કહ્યું કે ચારેબાજુ દરેક વ્યક્તિ એક-એક દીવડો પ્રગટાવશે તો પ્રકાશની આ મહાશક્તિનો અહેસાસ થશે, જેમાં એ ઉજાગર થશે કે આપણે બધા એક જ હેતુ સાથે એકજૂથ થઇને લડી રહ્યા છીએ.
લોકોએ બહાર નીકળવાનું નથી, તમારા ઘરમાંથી જ કરજો, સોશિયલ ડિસ્ટેંસિંગ કયારેય લાંઘવાની નથી
5 એપ્રિલના રોજ રવિવારે રાત્રે 9 વાગ્યે હું તમારી બધા પાસે 9 મિનિટ માંગું છું, ઘરની બધી લાઇટો બંધ કરીને ઘરના દરવાજે અથવા તો બાલકનીમાં ઉભા રહીને મીણબત્તી, દીવો, ટોર્ચ કે મોબાઇલની ફલેશ લાઇટ ચાલૂ કરવી.
5 એપ્રિલના રોજ કોરોના સંકટના અંધકારને પડકારવાનો છે
આગળનો લેખ