Festival Posters

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મુંબઈ - જુહુ બીચમાં ન્હાવા ઉતરેલા 5 યુવકો તણાયા, 4 નુ મોત એકને બચાવ્યો (જુઓ વીડિયો)

મુંબઈમાં સતત વરસાદ થઈ રહ્યો છે.  જેનાથી લોકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. પોલીસે પણ લોકોને સમુદ્ર પાસે ન જવાની સલાહ આપી છે.
, શુક્રવાર, 6 જુલાઈ 2018 (15:37 IST)
મુંબઈના જુહૂ બીચ પર ચાર લોકોના ડૂબવાથી મોત થયા છે. બીજી બાજુ એક અન્ય વ્યક્તિને બચાવી લીધો છે.  બચાવદળે ચાર મૃતકોમાંથી બે ના મૃતદેહ જપ્ત કર્યા છે. બીજી બાજુ બે અન્યની શોધ માટે રેસક્યુ ઓપરેશન ચાલુ છે. એવુ કહેવાય રહ્યુ છે કે આ બધા મુંબઈના ડીએન નગરના રહેવાસી હતા. 
મળતી માહિતી મુજબ આ ઘટના ગુરૂવારે સાંજે લગભગ 5 વાગ્યાની છે. સમુદ્રમાં લહેરો ઉફાન પર હતી. એ સમયે એ પાંચેય પાણીમાં તરવા ઉતર્યા. આ બધાની વય 18-20 વર્ષની હતી.
 
જેને બચાવ્યો છે તેનુ નામ વસીમ ખાન છે.  છેલ્લા કેટલાક દિવસોથી મુંબઈમાં સતત વરસાદ થઈ રહ્યો છે.  જેનાથી લોકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. પોલીસે પણ લોકોને સમુદ્ર પાસે ન જવાની સલાહ આપી છે.
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ધીરુભાઇ અંબાણીની ટેકનોલોજી પ્રત્યેની શ્રદ્ધા, જોડાણ અને આગ્રહનાં ફળ જનતાને ચાખવા મળી રહ્યાં છે - પરિમલ નથવાણી