કેન્દ્ર સરકારના ત્રણ નવા કૃષિ કાયદાઓ સામે છેલ્લા નવ મહિનાથી આંદોલન ચલાવી રહેલા સંયુક્ત કિસાન મોરચાએ અગામી 27 સપ્ટેમ્બરે 'ભારત બંધ'ની જાહેરાત કરી છે. આ દિવસે ખેડૂતોના આંદોલનના 300 દિવસ પૂર્ણ થઈ રહ્યા છે.
અખિલ ભારતીય કિસાન સભાના મહામંત્રી અતુલ અંજાનએ જણાવ્યું હતું કે, કિસાન મોરચા 5 મી સપ્ટેમ્બરે મુઝફ્ફરનગરની ઐતિહાસિક રેલીથી તેના મિશન યુપીની જાહેરાત કરશે. મજબૂત વલણ દર્શાવતા ખેડૂત નેતાઓએ ફરી એક વખત સરકારને ચેતવણી આપી છે કે, તેણે વહેલી તકે ખેડૂતોની વાત સાંભળવી જોઈએ, નહીંતર અરાજકતાનું વાતાવરણ ઉભું થઈ શકે છે. 27 સપ્ટેમ્બરે સંપૂર્ણ ભારત બંધનું એલાન સંપૂર્ણ ભારત બંધનું એલાન પણ કિસાન મોરચા દ્વારા આપવામાં આવ્યું છે.
મુઝફ્ફરનગર કિસાન મહાપંચાયતમાં જાહેર કરાયેલા કાર્યક્રમ હેઠળ ગુરુવારથી લખનૌમાં સંયુક્ત કિસાન મોરચા(SKM)ની બેઠક શરૂ થઈ. મોરચાની બેઠકમાં વક્તાઓએ ખેડૂતોની હેરાનગતિ અંગે નારાજગી વ્યક્ત કરી હતી. કરનાલના કિસ્સામાં પણ સંયુક્ત કિસાન મોરચાએ હરિયાણા સરકારની કાર્યવાહીની નિંદા કરી હતી, વક્તાઓએ કહ્યું કે સરકારની આ કાર્યવાહી ખેડૂતો પર અત્યાચારનો મામલો છે. ખેડૂતો આ સહન નહીં કરે. સરકારે પોતાનો આગ્રહ છોડી દેવો જોઈએ અને સંયુક્ત કિસાન મોરચાની માંગ પર કાર્યવાહી કરવી જોઈએ.
બેઠકમાં સંયુક્ત કિસાન મોરચાના અધિકારીઓએ 27 સપ્ટેમ્બરના ભારત બંધની ચર્ચા કરી હતી. વક્તાઓએ કહ્યું કે લાંબા સમય પછી દેશના ખેડૂતો આંદોલન કરી રહ્યા છે અને 27 સપ્ટેમ્બરનો બંધ ઐતિહાસિક હશે, બધું બંધ રહેશે. સંયુક્ત કિસાન મોરચા તમામ મોટી અને નાની સંસ્થાઓ પાસેથી સહકારની અપીલ કરી રહી છે. ખેડૂતોના પ્રતિનિધિઓએ જણાવ્યું કે હવે ગામ-ગામ સંગઠનનો વિસ્તાર કરવામાં આવશે. આ માટેની રણનીતિ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. સંયુક્ત કિસાન મોરચાની બેઠક શુક્રવારે પણ ચાલુ રહેશે. આગળની પ્લાનિંગ બપોરે 12 વાગ્યે પ્રેસ ક્લબ ખાતે મીડિયા સામે જાહેર કરવામાં આવશે. બેઠકમાં બીપી સિંહ, હરિનામ સિંહ વર્મા, ડો.દર્શન પાલ સિંહ, અશોક ઢાબલે વગેરે હાજર રહ્યા હતા. સંયુક્ત કિસાન મોરચાના બેનર હેઠળની તમામ નાના-મોટા સંગઠનો પણ બેઠકમાં હાજર રહ્યા.