મુંબઈની વિશેષ ટાડા કોર્ટે 1993ન મુંબઈ ક્રમવાર બોમ્બ બ્લાસ્ટમાં અબુ સલેમ અને કરીમુલ્લાહને ઉંમરકેદની સજા સંભળાવી છે. કોર્ટે બંને પર બે લાખ રૂપિયાનો દંડ પણ લગાવ્યો છે. ઉલ્લેખનીય છે કે મુંબઈ બ્લાસ્ટમાં 257 લોકો માર્યા ગયા હતા. જૂન મહિનામાં મુંબઈ ક્રમવાર બોમ્બ બ્લાસ્ટના મામલે વિશેષ ટાડા કોર્ટે ડોસા અને સલેમ સહિત 6 ને દોષી કરાર કર્યા હતા.
LIVE Update
- ટાડા કોર્ટે અબુ સલેમને સંભળાવી આજીવન કેદની સજા અને બે લાખ રૂપિયાનો દંડ
- કરીમુલ્લાહને સંભળાવી આજીવન કેદની સજા. હથિયાર સપ્લાયનો દોષી હતો કરીમુલ્લાહ. બે લાખનો દંડ
- ડોસાને ટાડા અધિનિયમ હથિયાર કાયદા અને વિસ્ફોટક કાયદા હેઠળ અપરાધો ઉપરાંત આઈપીસીની વિવિધ ધારાઓ હેઠળ ષડયંત્ર અને હત્યાના આરોપો પર દોષી ઠેરવવામાં આવ્યા. જ્યારે કે સલેમને બ્લાસ્ટ માટે હથિયારને ગુજરાતથી મુંબઈ લાવવાના દોષી જોવા મળ્યા છે.
24 વર્ષ પછી દોષી કરાર
ટાડા કોર્ટે આ મામલે અંડરવર્લ્ડ ડૉન અબૂ સલેમ, મુસ્તાફ ડોસા, ફિરોજ અબ્દુલ રશીદ ખાન, કરીમુલ્લા, રિયાઝ સિદ્દીકી અને તાહિર મરચન્ટ દોષી કરાર આપ્યો છે. સલેમને કોર્ટ ફાંસીની સજા નથી આપી શકતી કારણ કે પ્રત્યર્પણ સંધિ હેઠળ તેને 25 વર્ષથી વધુ સજા નથી આપી શકાતી. આ વિસ્ફોટ મામલે 257 લોકોના મોત થયા હતા જ્યારે કે 713 લોકો ગંભીર રૂપે ઘાયલ થયા હતા અને તેનાથી 27 કરોડ રૂપિયાની સંપત્તિ નષ્ટ થઈ ગઈ હતી. આ મામલે એક આરોપી અબ્દુલ કૈયુમને મુક્ત કરી દેવામાં આવ્યો છે.
સજા સંભળવવાનો આ બીજો મામલો હશે. પહેલો મામલો 2007માં પૂરો થયો હતો. જેમાં 100 આરોપીઓને દોષિત માનવામાં આવ્યાં હતાં જેમાં યાકુબ મેમણ અને બોલિવૂડ એક્ટર સંજય દત્ત પણ સામેલ હતાં. યાકુબને ગત વર્ષે ફાંસી આપવામાં આવી હતી. સાલેમ અને અન્ય વિરુદ્ધ અલગ અલગ કેસ ચલાવવામાં આવ્યાં હતાં કારણ કે આ આરોપીઓ પાછળથી પકડાયા હતાં.