24 વર્ષ પહેલા 12 માર્ચ 1993ના રોજ મુંબઈ 12 ક્રમવાર બ્લાસ્ટથી કાંપી ઉઠી હતી. તેમા 257 લોકો માર્યા ગયા હતા. જ્યારે કે 713 લોકો ગંભીર રૂપથી ઘાયલ થયા હતા. સીબીઆઈના મુજબ મુંબઈ બ્લાસ્ટ 6 ડિસેમ્બર 1992 ના રોજ થયેલ બાબરી મસ્જિદ વિધ્વંસ પછી થયેલા રમખાણોનો બદલો લેવા માટે કર્યો હતો. સીબીઆઈએ કોર્ટને એ પણ જણાવ્યુ કે ધમાકા પછી દુનિયાનો પહેલો એવો આતંકી હુમલો હતો જ્યારે બીજી વિશ્વયુદ્ધ પછી આટલા મોટા પાયા પર આરડીએકસનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
આ મામલે આરોપીના બીજા બેચને સ્પેશલ જજ ગોવિંદ એ સનપની કોર્ટ આજે નિર્ણય સંભળાવશે. 2011માં શરૂ થયેલી સુનાવ્ણી આ વર્ષે માર્ચમાં ખતમ થઈ હતી. આ પહેલા બ્લાસ્ટ કેસમાં શરૂઆતી 123 આરોપીઓના ટ્રાયલ 2006માં ખતમ થયો હતો. જેમા 100ને સજા સંભળાવી હતી. આજે જો સાત આરોપી દોષી સાબિત થયા તો તેમને મોતની સજા પણ થઈ શકે છે.
સલેમ ઉપરાંત અન્ય જે આરોપીઓને સજા પર નિર્ણય થવાનો છે તેમા મુસ્તફા દૌસા, ફિરોજ ખાન, તાહિર મર્ચન્ટ, રિયાજ સિદ્દીકી, કરીમુલ્લા ખાન અને ક્યૂમ શેખનો સમાવેશ છે. ધમાકા મામલે આ નિર્ણય અંતિમ હશે કારણ કે હવે કોઈપણ આરોપી કસ્ટડીમાં નથી. 33 આરોપી ફરાર છે જેમા મુખ્ય ષડયંત્રકર્તા દાઉદ ઈબ્રાહિમ, તેમનો ભાઈ અનીસ ઈબ્રાહિમ, મુસ્તફા દૌસાનો ભાઈ મોહમ્મદ દૌસા અને ટાઈગર મેમનનો સમાવેશ છે. સલેમને નવેમ્બર 2006માં પુર્તગાલથી ભારત પ્રત્યર્પિત કરવામાં આવ્યો હતો. તેના નિવેદનના આધાર પર જ સિદ્દીકી અને શેખની ધરપકડ થઈ.