Festival Posters

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કરોડપતિ છે પીએમ નરેન્દ્ર મોદી, જાણો કેટલી છે તેમની વાર્ષિક આવક

PM Modi property
, મંગળવાર, 15 સપ્ટેમ્બર 2020 (18:51 IST)
દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર દામોદર દાસ મોદીની સંપત્તિ વિશે જણાવી રહ્યા છે. સંપતિની બાબતમાં પીએમ મોદી કરોડપતિ છે. એપ્રિલ મહીનામાં વારાણસીમાં નામાંકન દાખલ કર્યા પછી આપેલ શપથ પત્રના મુજબ પાછલા એક વર્ષમાં પીએમ મોદીની સંપત્તિ માત્ર 22 લાખ 85 હજાર 621 રૂપિયાનો વધારો થયું છે. તેમની ચળ-અચળ સંપત્તિ બે કરોડ રૂપિયાથી વધારે છે. 
અત્યારે આટલી છે કુળ સંપત્તિ 
પ્રધાનમંત્રી દ્વારા દાખલ કરેલ શપથપત્ર મુજબ પીએમ મોદીની કુળ સંપત્તિ બે કરોડ  51 લાખ 36 હજાર 119 રૂપિયા છે. જો ચળ સંપત્તિની વાત કરીએ તો પીએમની પાસે 38, 750 હાથમાં રોકડ છે. તેમજ ભારતીય સ્ટેટ બેંકની ગાંધીનગરની શાખામાં માત્ર 4 હજાર 143 રૂપિયા છે. 
 
20 હજારનો બાંડ છે 
મોદીએ 20 હજાર રૂપિયા એલએંડટી ઈંફ્રા બાંડમાં નિવેશ કરી રાખ્યું છે. તે સિવાય એનએસસીમાં સાત લાખ 61 હજાર 466 રૂપિયા અને જીવન બીમા પૉલીસીમાં એક લાખ 90 હજાર 347 રૂપિયા જમા કર્યા છે. મોદીની પાસે કોઈ વાહન નથી. 
 
45 ગ્રામ સોનાની વીંટી 
મોદીની પાસે ચાર સોનાની વીંટી છે. જેનો વજન 45 ગ્રામ છે. તેની કુળ કીમત 1 લાખ 13 હજાર 800 રૂપિયા છે. તેમજ પીએમ મોદીએ 85, 145 રૂપિયાનો અંદાજિત આવકવેરા માટે ટીડીએસ જમા કર્યું છે. તે સિવાય 1,40,895 રૂપિયાનો પીએમઓને જમા કરાયું છે.
 
એક કરોડની અચણ સંપત્તિ 
પીએમ મોદીની પાસે એક માત્ર અચળ સંપત્તિ છે. મોદીએ 25 ઓક્ટોબર 2002ને એક સંપત્તિ 1,30,488રૂપિયામાં ખરીદી હતી. તેના પર તેણે 2,47, 208 રૂપિયા ખર્ચ કર્યા હતા. અત્યારે આ સંપત્તિને કીમર બજારમૂલ્યના હિસાબે એક કરોડ 10 લાખ રૂપિયા છે. મોદી પર કોઈ પ્રકારઓ કોઈ લોન નથી. 
 
19 લાખ રૂપિયા વાર્ષિક આવક 
મોદીની વિત્ત વર્ષ 2017-18માં વાર્ષિક આવક 19 લાખ 92 હજાર રૂપિયા હતી. તેમજ 2016-17માં આ 14 લાખ 59 હજાર 750 રૂપિયા છે. પણ આ શપથપત્રમાં તેને તેમની પત્ની જશોદાબેનની આવક અને સંપત્તિ વિશે જાણકારી નથી આપી છે. 
 
એમએ સુધી કર્યા અભ્યાસ 
મોદીએ ગુજરાત વિશ્વવિદ્યાલયથી 1983માં એમએ કર્યું છે. તેમજ દિલ્લી વિશ્વવિદ્યાલયથી 1978માં બીએ અને 1967માં એસએસસી બોર્ડ, ગુજરાતથી 12મું પાસ કર્યુ છે. 
 
31 માર્ચ, 2018ને આટલી હતી અચળ સંપત્તિ 
નરેન્દ્ર મોદીએ તેમની કુળ સંપત્તિના વિશે સેપ્ટેમ્બરએ જાણકારી આપી હતી. આ જાણકારી પીએમઓની વેબસાઈટ પર અપલોડ કરાઈ હતી. વેબસાઈટ પર અપલોડ કરી જાણકારી મુજબ પીએમ મોદી 31 માર્ચ 2018 સુધી કુળ ચળ સંપત્તિ એક કરોડ 28 લાખ 50 હજાર 498 રૂપિયા હતી. 
 
તેમજ અચળ સંપત્તિ પણ એક કરોડ રૂપિયાના નજીક હતી. અચળ સંપત્તિમાં 48,994 રૂપિયાની હાથમાં રોકડ હતી. તેમજ ભારતીય સ્ટેટ બેંકની ગાંધીનગર શાખામાં 11 લાખ 690 રૂપિયા હતા. મોદીના નામથી એક એફડી પણ છે જે એક કરોડ સાત લાખ 96 હજાર 288 રૂપિયા હતી. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ચીને સીમા પર એકત્ર કર્યો દારૂગોળો, આપણી સેના પણ તૈયાર - લદ્દાખ ગતિરોધ પર સંસદમાં બોલ્યા રાજનાથ સિંહ