પર્યાવરણની ચિંતા પર 2 દિવસીય સંમેલનમાં પીએમ મોદીએ નેશનલ એયર ક્વૉલિટી ઈંડેક્સ લોંચ કરી. આ સાથે જ દિલ્હીના વિજ્ઞાન ભવનમાં પીએમને જે સંબોધન કર્યુ. તેમના ઉપાયો મોટાભાગે દાદી માં ના નુસ્ખા જેવા હતા. પીએમે કહ્યુ કે જીવનશૈલીમાં ફેરફાર કરીને પર્યાવરણને બચાવી શકાય છે.
પ્રધાનમંત્રીએ આજે વિજ્ઞાન ભવરમાં એયર ક્વૉલિટે ઈંકેક્સ લોંચ કર્યુ. હાલ 10 મોટા શહેરોમાં આ લોન્ચ કરવામાં આવ્યુ છે. પણ સપ્ટેમ્બર સુધી 46 વધુ શહેર જોડાય જશે. 10 લાખની વસ્તીવાળા શહેરો માટે આ લોંચ કરવામાં આવ્યુ છે.
પીએમે આ અવસર પર પોતાના સંબોધનમાં કહ્યુ..
અઠવાડિયામાં 1 દિવસ સાઈકલનો પ્રયોગ કરો
-પૂનમની રાત્રે લાઈટ બંધ કરવી જોઈએ.
- જ્યા ઉપયોગ વધુ ત્યા પ્રકૃતિને નુકશાન વધુ થાય છે.
-આપણને ચાંદની રાતની જાણ નથી હોતી અને આપણે પ્રકૃતિથી સંપૂર્ણ રીતે કપાય ગયા છે.
- ગામમાં ચાંદની રાત્રે મારી દાદી બાળકોને સોયમાં દોરો નાખતા શિખવાડતી હતી અને આ પરંપરા હતી. હવે નવી પેઢીને ચાંદની રાતનો અહેસાસ નથી. જો શહેર નક્કી કરી લે કે પૂનમની રાત્રે સ્ટ્રીટ લાઈન ન પ્રગટાવે અને સમગ્ર સોસાયટીઓમા સોયમાં દોરો નાખવાનો તહેવાર ઉજવવાની શરૂઆત થશે તો તેનાથી ઘણી ઉર્જા બચાવી શકાય છે.
- પ્રકૃતિને લઈને આપણે સંવેદનશીલ છે, આ બાબતે દુનિયા આપણા પર આંગળી નથી ઉઠાવી શકતી.
- છોડમાં જીવન છે. આ વાત તો આપણે સો વર્ષોથી માનતા આવ્યા છે.
- રીસાઈકિલની ખૂબ ચર્ચા છે.. અમે તો આ જ કરતા આવ્યા છે..
- આપણે આપણી લાઈફસ્ટાઈલ બદલવા માટે તૈયાર નથી. જો કે આપણે સદિયોથી પ્રકૃતિની રક્ષા કરતા આગળ અધી રહ્યા છીએ.
- ગુજરાતના લોકો કેરી ખાય છે પણ તે કેરીને પણ એટલી રિસાઈકલ કરી લે છે કે કોઈ વિચારી પણ નથી શકતુ.
- કચરાની રિસાઈલિંગ જરૂરી છે અને શહેરવાળા ગામ માટે પાણીની રીસાઈકલિંગ કરી શકે છે.
- વેસ્ટ (waste)માંથી વેલ્થ કાઢવી પડશે. વેસ્ટની સાથે પ્રયોગ કરી નવો બિઝનેસ ઉભો થાય.