Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

Mizoram Assembly Election: - ચૂંટણી પહેલા મિજોરમ જશે કોંગ્રેસના વરિષ્ઠ નેતા, PM મોદી 30 ઓક્ટોબરે લેશે રાજ્યની મુલાકાત

mizoram
, ગુરુવાર, 26 ઑક્ટોબર 2023 (16:26 IST)
mizoram
Congress Llead  Visit to Mizoram - કોંગ્રેસના વરિષ્ઠ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રા, જયરામ રમેશ અને શશિ થરૂર સાત નવેમ્બરે થનારી વિધાનસભા ચૂંટણીમાં પાર્ટી ઉમેદવારો માટે પ્રચાર કરવા માટે મિજોરમનો પ્રવાસ કરી શકે છે.  મિજોરમ કોંગ્રેસ મીડિયા સેલના અધ્યક્ષ લાલરેમરૂઆટા રેંથલેઈએ માહિતી શેયર કરતા જણાવ્યુ કે પ્રિયંકા ગાંધી અને શશિ થરૂરના પાર્ટીના ઉમેદવારો માટે પ્રચાર કરવા માટે ત્રણ અને ચાર નવેમ્બરના રોજ મિજોરમનો પ્રવાસ કરવાની શક્યતા છે. 
 
અલ્પસંખ્યક ક્ષેત્રોનો પ્રવાસ કરી શકે છે પ્રિયંકા  
મિજોરમ કોંગ્રેસ મીડિયા સેલના અધ્યક્ષે આગળ જણાવ્યુ કે પ્રિયંકા ગાંધી રાજ્યના દક્ષિણી અને પશ્ચિમી અલ્પસંખ્યક ક્ષેત્રોનો પ્રવાસ કરી શકે છે. બીજી બાજુ જયરામ રમેશ ગુરૂવારે મિજોરમનો પ્રવાસ કરી શકે છે. આ દરમિયાન રમેશ પાર્ટી સાથે બેઠક ઉપરાંત પ્રેસ કૉંફરન્સમાં પણ સામેલ થશે. તેઓ રેલીને સંબોધિત કરશે. રાહુલ ગાંધીએ 16 થી 17 ઓક્ટોબર સુધી મિજોરમનો પ્રવાસ કર્યો હતો.  આ દરમિયાન તેમણે આઈજોલ અને દક્ષિણી મિજોરમના લુંગલેઈ ક્ષેત્રમાં પાર્ટી ઉમેદવારો માટે પ્રચાર કર્યો હતો. 
 
પીએમ મોદી પણ જશે મિજોરમ 
 
વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપાના ટોચના નેતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા અને કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી પણ મિજોરમનો પ્રવાસ કરી શકે છે. ભાજપા સૂત્રો મુજબ પીએમ મોદી 30 ઓક્ટોબર પશ્ચિમી મિજોરમના મમિત વિસ્તારમાં જઈ શકે છે. ઉલ્લેખનીય છે કે લાલરિનલિયાના સાયલોએ મિજોરમ વિધાનસભાના સ્પીકર પદ પરથી રાજીનામુ આપ્યા બાદ મિજો નેશનલ ફ્રંટ પણ છોડી દીધુ હતુ. તેઓ હવે ભાજપાના ટિકિટ પર મમિત વિસ્તારમાં ચૂંટણી લડશે. 
 
મિજોરમના 40 વિધાનસભા સીટોમાં ચૂંટણી સાત નવેમ્બરના રોજ થવાની છે, જેમા 16 મહિલાઓ સહિત કુલ 174 ઉમેદવાર ચૂંટણી મેદાનમાં છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતના બાહુબલી નેતાનું નિધન