Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

મિઝોરમમાં 3 ડિસેમ્બરે નહીં થાય મતગણતરી, હવે આ દિવસે આવશે વિધાનસભા ચૂંટણીના પરિણામો .

મિઝોરમમાં 3 ડિસેમ્બરે નહીં થાય મતગણતરી, હવે આ દિવસે આવશે વિધાનસભા ચૂંટણીના પરિણામો .
નવી દિલ્હીઃ , શનિવાર, 2 ડિસેમ્બર 2023 (00:32 IST)
પાંચેય ચૂંટણી રાજ્યોમાં મતદાન પૂર્ણ થયા બાદ ચૂંટણી પંચ હવે મત ગણતરીની તૈયારી કરી રહ્યું છે. નિર્ધારિત કાર્યક્રમ મુજબ રાજસ્થાન, મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને મિઝોરમમાં 3 ડિસેમ્બરે મતગણતરી થવાની હતી. પરંતુ હવે ચૂંટણી પંચે ઉત્તર-પૂર્વના ચૂંટણી રાજ્યમાં મત ગણતરીની તારીખ બદલવાનો નિર્ણય લીધો છે. હવે મણિપુરમાં મતગણતરી 3જી ડિસેમ્બરે નહીં પરંતુ સોમવારે 4 ડિસેમ્બરે થશે.
 
મિઝોરમમાં રવિવારનું છે વિશેષ મહત્વ 

એક પ્રેસનોટ રજુ કરીને, ચૂંટણી પંચે જણાવ્યું હતું કે, "આયોગને વિવિધ ક્ષેત્રો તરફથી સંખ્યાબંધ સબમિશન પ્રાપ્ત થયા છે જેમાં મતગણતરી તારીખ 3 ડિસેમ્બર, 2023 (રવિવાર) થી બદલીને અઠવાડિયાના  કોઈપણ દિવસે કરવાની વિનંતી કરવામાં આવી છે." ચૂંટણી પંચે કહ્યું કે મિઝોરમના લોકો માટે રવિવારનું વિશેષ મહત્વ છે. તેથી, હવે મતગણતરી અહીં સોમવાર, 4 ડિસેમ્બરે થશે.
 
અન્ય ચાર રાજ્યોમાં મતગણતરી 3 નવેમ્બરે જ થશે.
આ સાથે ચૂંટણી પંચે કહ્યું કે અન્ય ચાર રાજ્યોમાં 3 ડિસેમ્બરે જ મતગણતરી થશે અને તે પછી પરિણામ જાહેર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે  કે મિઝોરમની 40 વિધાનસભા સીટો માટે 7 નવેમ્બરે મતદાન થયું હતું. આ પછી, નક્કી થયેલા કાર્યક્રમ મુજબ, પરિણામ 3જી નવેમ્બરને રવિવારે આવવાનું હતું, પરંતુ હવે અહી એક વધુ એક દિવસની રાહ જોવી પડશે.
 
 ફરીથી સત્તા મેળવતા જોવા મળી રહ્યા છે MNFના જોરમથાંગા
  
હાલમાં, મિઝોરમમાં MNF (મિઝો નેશનલ ફ્રન્ટ) સરકાર છે. અહીં જોરમથાંગા સીએમની ખુરશી પર બેઠા છે. ઇન્ડિયા ટીવી-સીએનએક્સના એક્ઝિટ પોલના અંદાજો પરથી સ્પષ્ટ થાય છે કે MNF ફરી એકવાર મિઝોરમમાં સરકાર બનાવવાની નજીક છે. MNFને 14 થી 18 બેઠકો મળવાની ધારણા છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગંભીર મને મિસ્ડ કોલ આપતો હતો, પણ હું ફક્ત ઇરફાન પઠાણને જ પ્રેમ કરતી હતી... અભિનેત્રી પાયલ ઘોષે કર્યા અનેક ચોંકાવનારા ખુલાસા