Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

Assembly Elections Result: 5 રાજ્યોમાં કોણ બનશે મુખ્યમંત્રી ? જાણો ક્યા નામો પર અટકળો લગાવવામાં આવી રહી છે

election cm face
, શુક્રવાર, 1 ડિસેમ્બર 2023 (17:33 IST)
election cm face
Assembly Election Results: ગઈકાલે શુક્રવારે તેલંગાનામાં વોટિંગ સાથે જ 5 રાજ્યો મિજોરમ, છત્તીસગઢ, મઘ્યપ્રદેશ, રાજસ્થાન અને તેલંગાનાની ચૂંટણી સમાપ્ત થઈ ગઈ છે. હવે લોકો અને રાજનીતિક દળોબંબ્ને 3 ડિસેમ્બરની રાહ જોઈ રહ્યા છે. જ્યારે આ ચૂંટણીના પરિણામ સામે આવશે. આવા સમયે પણ બધાના મનમાં સવાલ છે કે ભાજપા હોય કે કોંગ્રેસ કે પછી બીઆરએસ કે પછી એમએનએફ-આ બધા રાજ્યોમાં ચૂંટણી પરિણામ આવ્યા પછી કોના માથે મુખ્યમંત્રીનો તાજ સજાશે.   તેથી અમે તમને આ લેખના માઘ્યમથી તમારી માટે લાવ્યા છે બધા રાજ્યોના રાજનીતિક દળ અને તેમના સંભાવિત સીએમ લિસ્ટ. આવો જાણીએ બધાના નામ. 
 
મિજોરમમાં કોણ છે શક્યત ઉમેદવાર  ?
મિઝોરમની તમામ 40 વિધાનસભા બેઠકો માટે 7 નવેમ્બરના રોજ એક જ તબક્કામાં મતદાન થયું હતું. તેનું પરિણામ 3જી ડિસેમ્બરે જાહેર થવા જઈ રહ્યું છે. મિઝોરમમાં મુખ્ય સ્પર્ધા મિઝો નેશનલ ફ્રન્ટ, કોંગ્રેસ અને જોરામ પીપલ્સ મૂવમેન્ટ વચ્ચે હતી. ઉલ્લેખનીય છે કે  મિઝોરમમાં બહુમત મેળવવા માટે કોઈપણ પાર્ટીને ઓછામાં ઓછી 21 સીટોની જરૂર પડશે. આવી સ્થિતિમાં જો મિઝો નેશનલ ફ્રન્ટ આ આંકડો હાંસલ કરી લે છે તો વર્તમાન સીએમ જોરામથાંગા ફરીથી સીએમ બની શકે છે. તે જ સમયે, જોરમ પીપલ્સ મૂવમેન્ટ ચૂંટણી જીતશે તો લાલદુહોમા નવા સીએમ તરીકે શપથ લેશે. જો ત્રિશંકુ વિધાનસભાની સ્થિતિ સર્જાય તો પણ બંને પક્ષો ભાજપ કે કોંગ્રેસ સાથે ગઠબંધન કરી શકે છે.
 
છત્તીસગઢમાં કોણ બનશે સીએમ ?
 
છત્તીસગઢની 90 વિધાનસભા સીટો માટે 7 અને 17 નવેમ્બરે બે તબક્કામાં મતદાન થયું હતું. કોંગ્રેસ અને ભાજપ બંનેએ અહીં પ્રચારમાં પોતાની પૂરી તાકાત લગાવી દીધી હતી. જો રાજ્યમાં કોંગ્રેસ સત્તામાં આવશે તો ભૂપેશ બઘેલને મુખ્યમંત્રી બનાવવામાં આવી શકે છે. જો કે ટીએસ સિંહ દેવનું વલણ જોતા તેમને સીએમ પદ પર તક મળી શકે છે. જો ભાજપની વાત કરીએ તો ત્રણ વખતના સીએમ રમણ સિંહનું નામ સામે આવે છે. જો કે આ રેસમાં સાંસદ વિજય બઘેલ પણ સામેલ છે. ભાજપ યુવા ચહેરાઓ પર દાવ રમશે તો કેન્દ્રીય નેતૃત્વની નજીકના ઓપી ચૌધરીનું નામ સામે આવે છે. 
 
તેલંગાનામાં કોને માથે સજાશે તાજ ?  
તેલંગાણામાં 30 નવેમ્બર, ગુરુવારે એક જ તબક્કામાં 119 બેઠકો માટે વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં BRS ફરી એકવાર સીએમ કેસીઆરના નેતૃત્વમાં હતું. જો કે, જો BRS ચૂંટણી જીતે છે તો KCR તેમના પુત્ર KTRને સીએમ પદની જવાબદારી પણ આપી શકે છે.  સાથે જ જો કોંગ્રેસ આ ચૂંટણી જીતે છે, તો પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ રેવંત રેડ્ડીને સીએમ પદની કમાન સોંપવામાં આવી શકે છે. આ સિવાય જો ભાજપ સરકાર બનાવવામાં સફળ થાય છે તો પાર્ટી ઈટાલા રાજેન્દ્ર અથવા બંદી સંજયના નામ પર વિચાર કરી શકે છે.
 
રાજસ્થાનમાં કોની લહેર  ?  
 
રાજસ્થાનની બધી વિધાનસભા સીટો પર 25 નવેમ્બરના રોજ મતદાન સંપન્ન થયા હતા. રાજ્યમાં કોંગ્રેસ અને ભાજપા વચ્ચે જોરદાર ટક્કર માનવામાં આવી રહી છે. જો કોંગ્રેસ અહી પોતાની સરકાર બચાવી લે છે તો સીએમ પદ  અશોક ગહલોત પાસે જવાની શક્યતા છે. ગહલોતે પહેલા પણ ઈશારો કર્યો છે કે સીએમ પદ તેમને છોડવુ નથી. જો કે સચિન પાયલટના સમર્થક વારેઘડીએ તેમને સીએમ બનાવવાની માંગ કરતા રહ્યા છે. જો ભાજપાની વાત કરીએ તો વસુંધરા રાજેનુ નામ આ વખતે પણ સૌથી આગળ આવી રહ્યુ છે. જો કે પાર્ટી તરફથી સીએમની રેસમાં બાબા બાલકનાથ, દીયા કુમારી અને ગજેન્દ્ર સિંહ શેખાવતનુ નામ પણ વારેઘડીએ આગળ આવી રહ્યુ છે. 
 
મઘ્યપ્રદેશમાં કોને મળશે કમાન ?
 
 મધ્યપ્રદેશમાં 17 નવેમ્બરે તમામ સીટો માટે વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. અહીં પણ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સ્પર્ધા છે. જો કોંગ્રેસની વાત કરીએ તો પાર્ટી તરફથી સીએમ પદ માટે કમલનાથ સૌથી મજબૂત ચહેરો દેખાઈ રહ્યા છે. બીજી તરફ ભાજપે આ ચૂંટણી સીએમ શિવરાજના ચહેરાને બદલે સામૂહિક નેતૃત્વ હેઠળ લડવાનું નક્કી કર્યું અને ઘણા સાંસદો અને કેન્દ્રીય મંત્રીઓને મેદાનમાં ઉતાર્યા. જો કે શિવરાજ સિંહ ચૌહાણ હજુ પણ સીએમ પદની રેસમાં સૌથી આગળ છે. જો પાર્ટી કોઈ અન્યને કમાન સોંપે છે તો તેમા કૈલાશ વિજયવર્ગીય અને પ્રહલાદ પટેલનુ નામ સૌથી આગળ આવી શકે છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં 6 વિદ્યાર્થીઓએ અપશબ્દો લખ્યાં, કામસુત્રની આખી વાર્તા લખી