Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

ગુજરાતી નિબંધ - મહાત્મા ગાંધી

ગુજરાતી નિબંધ - મહાત્મા ગાંધી
, શુક્રવાર, 1 ઑક્ટોબર 2021 (00:01 IST)
Gandhi Jayanti
મહાત્મા ગાંધી
 
મહાત્મા ગાંધીને બ્રિટિશ શાસનના વિરોધે ભારતીય રાષ્ટ્રીય આંદોલનનો નેતા અને રાષ્ટ્ર્પિતા ગણયું છે. એમનો પૂરો નામ મોહનદાસ કરમચંદ ગાંધી હતો.

મહાત્મા ગાંધી નો જન્મ 2 ઓકટોબર 1869ને ગુજરાતના પોરબંદર નામના સ્થાને થયું હતું . એમના પિતાનો નામ કરમચંદ ગાંધી હતો. મોહનદાસની માતાનો નામ પુતલીબાઈ હતું જે કરમચંદ ગાંધીની ચોથી પત્ની હતી. મોહનદાસ પોતાના પિતાની ચોથી પત્નીની આખરે સંતાન હતી.
 
ગાંધીજીનો પરિવાર ગાંધીની માં પુતલીબાઈ વધારે ધાર્મિક હતી. તેમની દિનચર્યા ઘર અને મંદિરમાં વહેંચલી હતી.તે નિયમિત રૂપથી ઉપવાસ રાખતી હતી અને પરિવારમાં કોઈ પણ બીમાર થતા પર તેમની ઘણી સેવા કરતી હતી. મોહનદાસનો પાલન વૈષ્ણવ મતમાં રમેલા પરિવારમાં થયું અને તેના પર કઠિન નીતિઓ વાળા જૈન ધર્મના ઉંડો અસર થયું.
 
જેના મુખ્ય સિદ્ધાંત અહિંસા અને વિશ્વની બધી વસ્તુઓને શાસ્વત માનવો છે. આ પ્રકારે તેમને સ્વાભાવિક રૂપથી અહિંસા ,શાકાહાર ,આત્મશુદ્ધિ માટે ઉપવાસ અને વિભિન્ન પંથોને માનતા વાળા વચ્ચે પરસ્પર સહિષુણતાને અપનાવ્યું. 
 
ગાંધીજીની વિનોદવૃત્તિ પણ સચોટ  હતી. ગાંધીજી હંમેશાં ગંભીર જ રહેતા હશે એવું સામાન્ય રીતે કોઈને પણ લાગે, પણ તેઓ ઘણી વાર વિનોદવૃત્તિ દર્શાવતા હતા અને  ક્યારેક ધારદાર કટાક્ષ પણ કરી લેતા હતા. આજે ગાંધીજયંતિ નિમિત્તે તેમની કેટલીક વાતો જાણીએ.
 
1. ગાંધીજીએ દક્ષિણ આફ્રિકા પ્રવાસ દરમિયાન 1899ના એંગ્લો બોએર યુદ્ધમાં સ્વાસ્થ્ય કર્મચારીના રૂપમાં મદદ કરી હતી. બીજી બાજુ તેમણે યુદ્ધની વિભિષિકા જોઈ હતી અને  અહિંસાના રસ્તા પર ચાલી પડ્યા હતા.
 
2. ગાંધીજીનું સિવિલ રાઈટ્સ આંદોલન કુલ 4 મહાદ્વીપો અને 12 દેશો સુધી પહોચ્યુ
 
3. દુનિયામાં મહાત્મા ગાંધીના આદરને એ વાતથી સમજી શકાય છે કે જે દેશ વિરુદ્ધ ભારતને આઝાદી અપાવવા માટે તેમણે લડાઈ લડી, તેમણે જ તેમના સન્માનમાં ટપાલ  ટિકિટ રજુ કરી. જી હા બ્રિટને તેમના નિધનના 21 વર્ષ પછી તેમના નામની ટપાલ ટિકિટ રજુ કરી.
 
4 ભારતમાં નાના રસ્તાઓને છોડી દો તો કુલ 53 મોટા રસ્તા મહાત્મા ગાંધીના નામ પર છે. જ્યારે કે વિદેશમાં કુલ 48 રસ્તા તેમના નામ પર છે.
 
5. ગાંધીએ સાઉથ આફ્રિકાના ડર્બન, પ્રિટોરિયા અને જોહાંસબર્ગમાં કુલ ત્રણ ફુટબોલ ક્લબ સ્થાપિત કરવામાં મદદ કરી હતી.
 
6. મહાત્મા ગાંધીની શબ યાઅત્રા 8 કિલોમીટર લાંબી હતી.
 
7. 13 વર્ષની વયમાં ગાંધીજીના લગ્ન તેમનાથી એક વર્ષ મોટા કસ્તૂરબા ગાંધી સાથે થયા. લગ્ન સાથે સંબંધિત પ્રથાઓને પૂર્ણ કરવામાં એક વર્ષ લાગી ગયુ અને આ કારણે જ  તેઓ એક વર્ષ સુધી શાળામાં ન જઈ શક્યા.
 
8. આ વાત તમને આશ્ચર્યમાં નાખી શકે છે કે શાંતિ નોબલ પુરસ્કાર ગાંધીજીને અત્યાર સુધી મળ્યો નથી જ્યારે કે તેઓ એ માટે 5 વાર નોમિનેટ થઈ ચુક્યા છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Skin Care Baasi Roti Face Pack:વાસી રોટલી ફેકવાને બદલે આ રીતે બનાવો ફેસ સ્ક્રબ, સ્કિન બનશે ટાઈટ અને ગ્લોઈંગ