તમને વ્રતમાં મોટેભાગે સાબુદાણની ખિચડી, ફળ અને શિંગોડાનો પકોડા ખાધા હશે.પણ શુ તમે જાણો છો કે તમે વ્રતમા અનેક પ્રકારની પુરીઓ બનાવી શકો છો. તો ચાલો જાણીએ કેળા અને રાજગરાની પૂરી બનાવવાની રીત
સામગ્રી - 2 કપ રાજગરાનો લોટ
1 કાચુ કેળુ બાફીને મેશ કરેલુ
1/2 સ્પૂન જીરુ
1/2 સ્પૂન આદુ મરચાનુ પેસ્ટ
સેંધાલૂણ સ્વાદમુજબ
2 ચમચી ઘી
મગફળીનુ તેલ જરૂર મુજબ
પાણી - જરૂર મુજબ
બનાવવાની રીત - સૌ પહેલા એક મોટા બાઉલમાં રાજગરાનો લોટ .. મેશ કરેલુ કેળુ નાખીને સારી રીતે મિક્સ કરો
- હવે તેમા સિંધાલૂણ, આદુ મરચાની પેસ્ટ જીરુ અને ઘી નાખીને મિક્સ કરી લો
- હવે ધેરે ધીરે પાણી નાખીને મુલાયમ લોટ બાંધી લો
- મીડિયમ તાપ પર એક કડાહીમાં મગફળીનુ તેલ ગરમ કરવા માટે મુકો
- આ દરમિયાન બાંધેલા લોટના લૂઆ બનાવીને તેની પુરી વણી લો
- હવે ગરમ થઈ ચુકેલા તેલમાં પુરીઓ નાખીને સોનેરી થતા સુધી તળી લો
- તૈયાર છે ગરમા ગરમ રાજગરા અને કેળાની પુરીઓ. તેને રાયતા સાથે કે ફળાહારે બટાકાના શાક સાથે સર્વ કરો.