Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

World Environment Day 2021 : કેમ ઉજવાય છે વિશ્વ પર્યાવરણ દિવસ, જાણો તેનુ મહત્વ અને થીમ

World Environment Day 2021 : કેમ ઉજવાય છે વિશ્વ પર્યાવરણ દિવસ, જાણો તેનુ મહત્વ અને થીમ
, શનિવાર, 5 જૂન 2021 (00:17 IST)
World Environment Day 2021 :  દર વર્ષે 5 જૂનને વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવાય છે. જેનો મકસદ છે - લોકોનુ પર્યાવરણની સુરક્ષા પ્રત્યે જાગૃત અને સચેત કરવુ. પ્રકૃતિ વગર માનવ જીવન શક્ય નથી.  તેથી એ જ્રૂરી છે કે આપણે આ સમજીએ કે આપણે માટે  વૃક્ષો, છોડ, જંગલો, નદીઓ, તળાવો, જમીન, પર્વતો કેટલા જરૂરી છે. આ દિવસની ઉજવણીનો નિર્ણય 1972 માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા આયોજીત વિશ્વ પર્યાવરણ પરિષદમાં ચર્ચા બાદ લેવામાં આવ્યો હતો. આ પછી 5 જૂન 1974 ના રોજ પ્રથમ વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવામાં આવ્યો હતો.
 
પર્યાવરણ દિવસની દર વર્ષની એક અલગ થીમ ( World Environment Day Theme )રાખવામાં આવે છે. આ વર્ષની થીમ 
'Ecosystem Restoration'  છે. જેનો મતલબ છે - ઈકોસિસ્ટમની પુન:સ્થાપના. સ્પષ્ટ શબ્દોમાં તેનો મતલબ છે પૃથ્વીને એકવાર ફરીથી સારી અવસ્થામાં લાવવી. વર્ષ 2020માં પર્યાવરણ દિવસની થીમ હતી - જૈવ વિવિધતા, 2019 માં તેની થીમ હતી - વાયુ પ્રદૂષણ. 2018 માં તેની થીમ હતી - બીટ પ્લાસ્ટિક પોલ્યૂશન વિશ્વ પર્યાવરણ દિવસ થીમ 
 
પર્યાવરણ દિવસ પર આ 6 સંકલ્પ લો
 
સંપૂર્ણ માનવતાનું અસ્તિત્વ પ્રકૃતિ પર નિર્ભર છે. તેથી એક સ્વસ્થ અને સુરક્ષિત વાતાવરણ વગર, માનવ સમાજની કલ્પના અધૂરી છે. વન અધિકારી અરવિંદ વર્માએ જણાવ્યું હતું કે પ્રકૃતિને બચાવવા માટે આજે આપણે સાથે મળીને સંકલ્પ લેવો પડશે. 
 
1- એક વર્ષમાં ઓછામાં ઓછો એક છોડ રોપવો અને તેને બચાવો અને વૃક્ષો અને છોડના સંરક્ષણમાં સહકાર આપો.
2. તળાવ, નદી, નાના તળાવોને પ્રદૂષિત ન કરો, પાણીનો દુરૂપયોગ ન કરો અને ઉપયોગ પછી બંધ કરો
3. કારણ વગર વીજળીનો ઉપયોગ કરશો નહીં, ઉપયોગ પછી બલ્બ, ફેન અથવા અન્ય ઉપકરણોને બંધ રાખો
4. કચરો હંમેશા ડસ્ટબિનમાં ફેંકી દો અને અન્ય લોકોને આવુ કરવા પ્રોત્સાહિત કરો, આવુ કરવાથી પ્રદૂષણ નહીં થાય
5. પ્લાસ્ટિક / પોલિથિનનો ઉપયોગ કરવાનું બંધ કરો, તેના બદલે કાગળની થેલી અથવા બેગનો ઉપયોગ કરો
6. પ્રાણીઓ અને પક્ષીઓ પ્રત્યે માયાળુ બનો, નજીકના કાર્ય માટે સાયકલનો ઉપયોગ કરો.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પ્રધાનમંત્રી આજે 5મી જૂને વિશ્વ પર્યાવરણ દિવસના કાર્યક્રમને સંબોધન કરશે