Webdunia - Bharat's app for daily news and videos

Install App

પતિ-પત્ની રાજી તો તરત જ મળશે ડાયવોર્સ, 6 મહિનાની રાહ જોવાની પણ હવે જરૂર નથી - સુપ્રીમ કોર્ટનો નિર્ણય

Webdunia
સોમવાર, 1 મે 2023 (12:30 IST)
Supreme Court on Divoce: સુપ્રીમ કોર્ટે છુટાછેડા મામલે મહત્વની ટિપ્પણી કરતા કહ્યુ છે કે દરેક હાલમાં તૂટનારા સંબંધ (Irretrievable Breakdown) ને લઈને લગ્ન ને ખતમ કરવાની મંજૂરી આપી શકે છે.  કોર્ટે કહ્યુ કે લગ્ન બચવાની આશા ન હોય અને પતિ-પત્ની વચ્ચે સહમતિ હોય તો  કોર્ટ તરત લગ્નને ભંગ કરવાનો આદેશ આપી શકે છે.  આ માટે છુટાછેડાના 6 મહિનાની રાહ જોવાનો પીરિયડ પણ ખતમ કરી શકાય છે. 
 
અનુચ્છેદ 143ની શક્તિઓનો ઉપયોગ 
 
ટોચની કોર્ટનુ કહેવુ છે કે તે સંવિધાનના અનુચ્છેદ 143ના હેઠળ તેને આપવામાં આવેલ વિશેષ શક્તિનો ઉપયોગ કરી શકે છે અને પરસ્પર સહમતિથી છુટાછેડા માટે 6 મહિનાની અનિવાર્ય પ્રતિક્ષા પીરિયડની શરતોને સમાપ્ત કરી શકાય છે. જ્યા લગ્નના બચવાની કોઈ શક્યતા નહોય એવા મામલે તરત જ સંબંધ વિચ્છેદ થઈ શકે છે. 
 
કોર્ટે કહ્યુ કે તે પરસ્પર સહમતિથી છુટાછેડાના ઈચ્છુક પતિ-પત્નીને ફેમિલી કોર્ટ મોકલ્યા વગર પણ જુદા થવાની અનુમતિ આપી શકે છે. જસ્ટિસ સંજય કિશન કૌલની અધ્યક્ષતાવાળી બેચે કહ્યુ કે જો પરસ્પર સહમતિ હોય તો કેટલીક શરતો સાથે છુટાછેડા માટે અનિવાર્ય 6 મહિનાની રાહ જોવાનો પીરિયડ પણ ખતમ કરી શકાય છે. 
 
બેચે 29 સપ્ટેમ્બર 2022ને પાંચ અરજીઓ પર પોતાનો નિર્ણય સુરક્ષિત રાખી લીધો હતો. કોર્ટે કહ્યુ હતુ કે સામાજીક પરિવર્તનમાં થોડો સમય લાગે છે અને ક્યારેય ક્યારેક કાયદો લાવવો ઈઝી બને છે. પણ સમાજે તેની સાથે બદલવા માટે રાજી કરવુ મુશ્કેલ હોય છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Video : એંજિન અને કોચની વચ્ચે દબાયો રેલ કર્મચારી, વીડિયો જોઈને કાંપે જશો

સૌથી વધુ ટેક્સ ચૂકવનાર મુંબઈની શુ કેન્દ્ર દ્વારા થઈ રહી છે ઉપેક્ષા, ચૂંટણીમાં જનતાની શું છે અપેક્ષાઓ?

રિટાયરમેંટ વખતે બે કરોડ રૂપિયાની મૂડી કઈ રીતે મેળવી શકો?

200 રૂપિયા આપીને SDM પ્રાઈવેટ પાર્ટની કરાવતો હતો મસાજ

કારમાં મળી 27 વર્ષીય યુવતીની લાશ, ઓનર કિલિંગનો મામલો હોવાની શંકા

આગળનો લેખ
Show comments