Publish Date: Fri, 17 Jul 2026 (16:00 IST)
Updated Date: Fri, 17 Jul 2026 (16:07 IST)
યૂપીના બહરાઈચ જીલ્લાના બૌંડી પોલીસ મથકમાં એક દર્દનાક સમાચાર સામે આવ્યા છે. પોલીસે જણાવ્યુ કે બૌંડી પોલીસ મથક ટી.એન મોર્યના જણાવ્યા મુજબ ટિકુરી ગામનો રહેવાસે સુનીલ (12) ગુરૂવારે સાંજે પોતાના કાકા વિજય રાજ સિંહ સાથે ખેતરમાં ધાનની રોપાઈ કર્યા બાદ ઘાઘરા નદિ કિનારે
હાથ પગ ધોવા માટે ગયો હતો. આ દરમિયાન નદી કિનારેથી નીકળેલા મગરમચ્છે તેના પર હુમલો કર્યો અને તેને જબડામાં દબાવીને ઊંડા પાણીમાં લઈ ગયો.
પોલીસે વાયરલ વીડિયોની કરી ચોખવટ
તેમને આગળ કહ્યુ કે બાળકના ચાચા અને આસપાસ હાજર ગ્રામીણોએ બૂમો પાડીને અને ઈંટ પત્થર ફેંકીને તેને બચાવવાનો પ્રયાસ કર્યો. પણ મગરમચ્છ તેને ઊંડા પાણીમાં લઈ ગયો. થાના પ્રભારીએ જણાવ્યુ કે ગ્રામીણોની મદદથી અનેક કલાકો સુધી શોધ અભિયાન ચલાવ્યુ અને ભારે મહેનત પછી રાત્રે નદીમાંથી બાળકની ડેડ બોડી મળી આવી. આ ઘટનાનો એક વીડિયો શુક્રવારે સવારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેની પોલીસે ચોખવટ કરી છે.
બાળકનો જમનો પગ અને કમરનો ભાગ ચાવી ગયો
વીડિયો ખૂબ જ ભયાનક છે. કમજોર દિલવાળા ન જુએ. મગરમચ્છ જડબામાં દબાવીએન બાળકને ઉપર ઉછાળી રહ્યો છે અને પછી મોઢામાં ગળી જાય છે. તેમણે એ પણ જણાવ્યુ કે મગરમચ્છે બાળકનો જમણૉ પગ ચાવી નાખ્યો અને કમરની નીચેનો થોડો ભાગ ક્ષત વિક્ષત થઈ ગયો હતો.
પોલીસે વિધિક કાર્યવાહી ઉપરાંત ડેડ બોડીને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધી છે. ગ્રામીણો મુજબ સુનીલના માતા પિતાનુ પહેલા જ નિધન થઈ ચુક્યુ હતુ અને ગામમા તે પોતાના કાકાના ત્યા રહેતો હતો. ઉપ જિલાધિકારી પ્રકાશ સિંહે જણાવ્યુ કે ઘટનાની સૂચના ઉચ્ચ અધિકારીઓને આપવામાં આવી છે. પીડિત પરિવારને નિયમ મુજબ ચાર લાખ રૂપિયાની આર્થિક મદદ આપવમાં આવશે.
ટ્રિગર વોર્નિંગ - -સંવેદનશીલ વીડિયો, કમજોર દિલવાળા ન જુએ