Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સચિન અને કાંબલીના કોચ રમાકાંત આચરેકરનું 87 વર્ષની વયે મુંબઇમાં નિધન

સચિન અને કાંબલીના કોચ  રમાકાંત આચરેકર
મુંબઇ , ગુરુવાર, 3 જાન્યુઆરી 2019 (10:07 IST)
ભારતના દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકરના કોચ રમાકાંત આચરેકરનું 87 વર્ષની વયે બુધવારે મુંબઇમાં નિધન થઇ ગયું છે. તેમનું નિધન મુંબઈના દાદરમાં શિવાજી પાર્ક નજીક આવેલા તેમના નિવાસસ્થાને થયું છે. આચરેકર લાંબા સમયથી બિમાર હતાં. રમાકાંતના નિધનની તેમની પત્ની રશ્મી દેવીએ જાહેરાત કરી છે. તેંડુલકરને બાળપણની લઈને ક્રિકેટના ભગવાન બનાવવા આચરેકરનું મોટું યોગદાન રહ્યું છે. સચિને શરુઆતના દિવસોમાં આચરેકર પાસેથી ક્રિકેટ શીખ્યો અને તેની સાથે સાથે પૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલી પણ ટ્રેનિંગ લેતા હતા. આચરેકરને દ્રોણાચાર્ય એવોર્ડ અને પદ્મશ્રીથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે.
સચિન અને કાંબલીના કોચ  રમાકાંત આચરેકર
આચરેકરને ક્રિકેટમાં આપવામાં આવેલા યોગદાન બદલ વર્ષ 2010માં પદ્મશ્રી અને દ્રોણાચાર પુરસ્કાર (1990મા)થી સન્માનિત કરવામાં આવી ચુક્યા છે. રમાકાંત આચરેકરના કોચિંગમાં જ સચિન તેંડુલકર, વિનોદ કાંબલી, સમીર દીઘે, પ્રવીણ આમરે, ચંદ્રકાંત પંડિત અને બલવિંદર સિંહ સંધૂ જેવા અનેક દિગ્ગજ ક્રિકેટરો દેશને આપ્યા. આચરેકરના નિધનના સમાચારથી ભારતીય ક્રિકેટ જગતમાં શોકની લહેર છવાઈ ગઈ છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડએ આચરેકરના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
સચિન અને કાંબલીના કોચ  રમાકાંત આચરેકર

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

IndvsAus live 4th Test Day 1: ટી બ્રેક સુધી ભારતનો સ્કોર 177/2, વિરાટ અને પુજારા રમતમાં