Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

PUBG રમવાની ના પાડી તો ઘરથી ભાગી ગયા પાંચ બાળક, દિલ્હીમાં ગેમ રમતા પકડાયા

PUBG રમવાની ના પાડી તો ઘરથી ભાગી ગયા પાંચ બાળક, દિલ્હીમાં ગેમ રમતા પકડાયા
, શુક્રવાર, 26 જુલાઈ 2019 (14:09 IST)
ભારતમાં PUBG મોબાઈલ ગેમની દીવાનગી વિશે કદાચ કોઈને જણાવવાની જરૂરે છે. આમ તો આ દીવાનગી હવે ગાંડપણનો રૂપ લઈ રહી છે. કારણકે પબજી રમનાર માટે કોઈ તેમના ઘરમાં ચોરી કરી રહ્યું છે તો પબજીની ના પાડતા કોઈ કોઈની મર્ડર કરી નાખી રહ્યું છે . હવે દિલ્હી પોલીસએ પાંચ એવા અવ્યસ્ક બાળકોને પકડ્યું છે જે પબજી રમવા માટે ઘરથી ભાગી ગયા હતા. 
 
રિપોર્ટ મુજબ દિલ્લી પોલીસ દ્વારા પકડેલા પાંચ બાળક ઉતરાખંડની રાજધાની દેહરાદૂનના રહેવાસી છે. હકીકતમાં આ બાળકોના પરિવારવાળાએ પબજી ગેમ રમવાથી ના પાડી હતી જે પછી તે શાળાથી ગુમ થઈ ગયા. 
 
શાળાથી દિલ્હી માટે થઈ ગયા રવાના 
પરિજનના મુજબ પાંચ બાળક 22 જુલાઈને શાળા ગયા હતા પણ તે શાળાથી ઘર પરત નહી આવ્યા. ત્યારબાદ પરિવારવાળાએ મોડે સુધી રાહ જોઈ અને પરત ન આવતા પર પોલીસમાં શિકાયત કરી અને જણાવ્યુ કે તેને પબજી રમવાની ના પાડી હતી. 
 
ગેમ આઈડીથી મળી બાળકોની જાણકારી 
પોલીસ મુજબ આ પાંચ બાળકોએ દિલ્લીમાં થવાની જાણકારી તેમના ગેમ આઈડીથી મળી. તેમાં સાઈબર સેલની મદદ લીધી અને કંપનીથી બાળકોની લોકેશનની જાણકારી માંગી. ત્યારબાદ તે બે બાળકોને નયા બસ અડ્ડા મેટ્રો સ્ટેશન થાના સિંહાની ગેટ અને ત્રણ બાળકને હજરત નિઓજામુદ્દીન રેલ્વે સ્ટેશનથી પકડ્યું. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમદાવાદમાં ગોતા વિસ્તારમાં ફ્લેટના પાંચમાં માળે આગ લાગી, પાંચ લોકો ફસાયા