Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

National Science Day - રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ

national science day in gujarati
, સોમવાર, 26 ફેબ્રુઆરી 2024 (13:55 IST)
ઉપસંહાર 
કેવી રીતે ઉજવાય છે 
28 ફેબ્રુઆરીને શા માટે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ
સી વી રામન વિશે માહિતી
વૈજ્ઞાનિક સી.વી.રામનનું મહત્વનું યોગદાન
પ્રસ્તાવના 
 
National science day Essay- ભારતમાં દરેક વર્ષ 28 ફેબ્રુઆરીને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસને ખાસ ઉત્સવના રૂપમાં ઉજવાય્ક છે. આ તે દિવસના ઉપલક્ષ્યમાં ઉજવાય છે જ્યારે ભારતીય ભૈતિક વિજ્ઞાની સર સી વી રામન એ એક મહત્વપૂર્ણ વૈજ્ઞાનિક શોધ કરી હતી. તેની સાથે જ આ ઉત્સવનો લક્ષ્ય જનતામાં વૈજ્ઞાનિક વિચારને વધારો આપવુ છે.

આ દિવસે બધી વિજ્ઞાન સંસ્થાઓ, જેમ કે રાષ્ટ્રીય અને અન્ય વિજ્ઞાન પ્રયોગશાળાઓ, વિજ્ઞાન અકાદમીઓ, શાળા અને કોલેજ અને તાલીમ સંસ્થાઓ ખાતે વિવિધ કાર્યક્રમ કરવામાં આવે છે. આ દિવસે, જાહેર પ્રવચનો, રેડિયો, ટીવી વગેરે પર વિજ્ઞાન સંબંધિત કાર્યક્રમો, વિજ્ઞાન ફિલ્મો બતાવવામાં આવે છે અને દેશભરમાં વૈજ્ઞાનિક પ્રદર્શનો જેવી ઘણી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે.
 
રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ સમગ્ર ભારતમાં ઘણા કાર્યક્રમોનું આયોજન કરીને ઉજવવામાં આવે છે. શૈક્ષણિક સંસ્થાઓ, સંશોધન કેન્દ્રો અને વૈજ્ઞાનિક સંસ્થાઓ વૈજ્ઞાનિક જ્ઞાનને પ્રોત્સાહન આપવા માટે કાર્યક્રમો, પરિસંવાદો, પ્રદર્શનો અને વ્યાખ્યાનોનું આયોજન કરે છે. તે વૈજ્ઞાનિકો માટે તેમના સંશોધન અને સિદ્ધિઓને લોકો સાથે શેર કરવાની તક તરીકે સેવા આપે છે.
 
આ દિવસ વિદ્યાર્થીઓને વિજ્ઞાનની શોધ કરવા પ્રોત્સાહિત કરે છે, વિષય વિશે જિજ્ઞાસાને ઉત્તેજન આપે છે અને ભવિષ્યના વૈજ્ઞાનિકોને પ્રેરણા આપે છે. તે વૈશ્વિક પડકારોને ઉકેલવામાં અને આપણા જીવનની ગુણવત્તા સુધારવામાં વિજ્ઞાનની મહત્વપૂર્ણ ભૂમિકાની પણ યાદ અપાવે છે.
 
28 ફેબ્રુઆરીને શા માટે ઉજવવામાં આવે છે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ National Science day 
 
28 ફેબ્રુઆરીને દિવસે ભારતના ઈતિહાસમાં ખૂબ મહત્વપૂર્ણ દિવસના રૂપમાં નોંધાયો છે. આ દિવસે 1928માં ભારતને પ્રથમ સૌથી મોટી વૈજ્ઞાનિક શોધ થઈ હતી. જેના કારણે ભારતમાં 28 ફેબ્રુઆરીને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસમાં ઉજવાય છે. કારણ કે આ દિવસે ભારતીય વૈગ્યાનિક સીવી રમનને તેમના જીવનની સૌથી મોટી શોધ કરી જતી જેના પર તેમણે નોબેલ પુરસ્કાર મળ્યુ હતુ. 
 
નેશનલ કાઉન્સિલ ફોર સાયન્સ એન્ડ ટેક્નોલોજી કોમ્યુનિકેશન (NCSTC)ની ભલામણ પર, આ દિવસને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો.
 
કોણ હતા સી વી રામન
ચંદ્રશેખર વેંકટ રામન તમિલનાડુના એક ભૌતિક વિજ્ઞાની હતા. પ્રકાશ પ્રકીર્ણનના વિસ્તારમાં તેમના કામએ તેણે 1930 માં ભૌતિકશાસ્ત્ર માટે નોબેલ પુરસ્કાર આપ્યો. આ ઘટનાને રમન પ્રભાવના રૂપમા& ઓળખાતુ હતુ. 1954માં તેણે ભારતના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્નથી સમ્માનિત કરવામાં આવ્યુ હતુ. 

 
કોણ હતા સીવી રમન 
ચંદ્રશેખર રમન તમિલનાડુના એક ભૌતિક વિજ્ઞાની હતા. પ્રકાશ પ્રકીર્ણનના વિસ્તારમાં તેમના કામએ તેણે 1930 માં ભૌતિકશાસ્ત્ર માટે નોબેલ પુરસ્કાર આપ્યો. આ ઘટનાને રમન પ્રભાવના રૂપમા& ઓળખાતુ હતુ. 1954માં તેણે ભારતના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્નથી સમ્માનિત કરવામાં આવ્યુ હતુ. 
 
વિજ્ઞાની સી.વી.રામને કહ્યું હતું કે આકાશ અને સમુદ્રના પાણીનો રંગ વાદળી કેમ છે? તેમનું સન્માન કરવા માટે, સર સી.વી. રામનના જન્મદિવસને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
 
ચંદ્રશેખર વેંકટ રમન જેણે સામાન્ય રીતે સીવી રમનના નામે ઓળખાય છે. તે એક પ્રતિભાશાળી વિદ્યાર્થી હતા. તેણે તેમણે તેમનું શાળાકીય શિક્ષણ ખૂબ જ વહેલું પૂર્ણ કર્યું, તેમનું માધ્યમિક શિક્ષણ 11 વર્ષની ઉંમરે અને તેમનું વરિષ્ઠ માધ્યમિક શિક્ષણ 13 વર્ષની વયે પૂર્ણ કર્યું, ત્યારબાદ તેમણે 16 વર્ષની ઉંમરે તેમની સ્નાતકની ડિગ્રી મેળવી. 1917માં આખરે કલકત્તાની એક કૉલેજમાં અધ્યાપન પદની ઑફર થયા પછી જ તેમને ત્યાંથી જવું પડ્યું.
 
આવો જાણીએ આ દિવસ સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો
 
વિજ્ઞાન ક્ષેત્રે લોકોની રુચિ વધારવા માટે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની જાહેરાત કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે 1986માં વડાપ્રધાન રાજીવ ગાંધીની સરકારે આ દિવસ મનાવવાની જાહેરાત કરી હતી.
 
આ દિવસનું આયોજન નેશનલ કાઉન્સિલ ફોર સાયન્સ એન્ડ ટેક્નોલોજી કોમ્યુનિકેશન (NCSTC), ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી (DST) દ્વારા સમગ્ર દેશમાં કરવામાં આવે છે.
 
 
ડીએસટીનો આયોજનએ વિજ્ઞાનના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ પ્રયાસોને માન્યતા આપવા માટે ફેબ્રુઆરી 1987માં રાષ્ટ્રીય વિજ્ઞાન પુરસ્કારોની પણ સ્થાપના કરી હતી. આ પુરસ્કારો માત્ર રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ એટલે કે 28મી ફેબ્રુઆરીએ આપવામાં આવે છે.
 
 
વૈજ્ઞાનિક સી.વી.રામનનું મહત્વનું યોગદાન
વિજ્ઞાન, ભૌતિકશાસ્ત્રના ક્ષેત્રમાં નોબેલ પારિતોષિક મેળવનાર તેઓ પ્રથમ ભારતીય વૈજ્ઞાનિક હતા.
પ્રોફેસર સી.વી. રામને તબલા અને મૃદંગ જેવા ભારતીય ડ્રમના અવાજની હાર્મોનિક પ્રકૃતિની પણ તપાસ કરી હતી.
 
વર્ષ 1943માં સી.વી.રામને બેંગ્લોર નજીક રમણ સંશોધન સંસ્થાની સ્થાપના કરી.
પ્રોફેસર સીવી રમનને વર્ષ 1954માં દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી નવાજવામાં આવ્યા હતા.
આ સિવાય વર્ષ 1957માં તેમને લેનિન શાંતિ પુરસ્કાર પણ એનાયત કરવામાં આવ્યો હતો.

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસના કારણે આજે અમે વૈશ્વિક પડકારોને ઉકેલવામાં અને આપણા જીવનની ગુણવત્તા સુધારવામાં વિજ્ઞાનની મહત્વપૂર્ણ ભૂમિકાની પણ યાદ અપાવે છે.

Edited By-Monica sahu 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

National Science day Speech - રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ પર આપી શકો છો આ સહેલુ ભાષણ