Publish Date: Thu, 16 Apr 2026 (15:29 IST)
Updated Date: Thu, 16 Apr 2026 (15:45 IST)
iit delhi graduate banker
Viral Video : 24 વર્ષીય IIT દિલ્હીના સ્નાતક ચિરાગ મદનએ વાર્ષિક રૂ. 17 લાખ રૂપિયા વાર્ષિક પેકેજ આપતી કોર્પોરેટ બેંકિંગ નોકરી ઠુકરાવી દીધી. હતો. ટોક્સિક વર્ક કલ્ચર, બીમારીની રજા નહી અને માત્ર 10-15 મિનિટના લંચ બ્રેક જેવા મુદ્દાઓને કારણે તેણે પોતાની નોકરી છોડી દીધી. તેણે પોતાના ઈંસ્ટાગ્રામ પર શેર કરેલો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમા તેણે પોતાના આ નિર્ણયના કારણો બતાવ્યા છે.
ઈસ્ટાગ્રામ પર શેયર કર્યો વીડિયો
આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર @yourbankerchirag હેન્ડલ દ્વારા શેર કરવામાં આવ્યો હતો. તેમાં, ચિરાગ મદન સમજાવે છે કે તેની નોકરી 9 થી 5 ના બ બદલે 9 થી 7 ના સમયપત્રકમાં બદલાઈ ગઈ છે. તેને અઠવાડિયામાં છ દિવસ કામ કરવું પડતું હતું. લંચ બ્રેક ફક્ત 10-15 મિનિટનો હતો, જે ખાવા માટે પૂરતો નહોતો. જ્યારે તે બીમાર પડ્યો તો સીક લીવ મળતી નહોતી. રજા મેળવવા માટે વિગતવાર સ્પષ્ટીકરણ આપવુ પડતુ હતુ. આ ઉપરાંત 10 કરોડ રૂપિયાની ડીલ ક્લોઝ કરવા જેવા આક્રમક સેલ્સ ટારગેટ હતા. જેનાથી વર્ક પ્રેશર ખૂબ વધી ગયુ હતુ. તેણે આને 70 કલાકનુ વર્ક વીક અને મેંટલ હેલ્થ પર અસર બતાવી.
મેંટલ હેલ્થને આપી પ્રાથમિકતા
આઈઆઈટી દિલ્હી જેવી પ્રતિષ્ઠિત સંસ્થામાં અભ્યાસ કરવા છતાં, તેણે પગાર કરતાં માનસિક સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપી. આ ઘટના કોર્પોરેટ જગતમાં વધતી જતી ટોક્સિક વર્ક કલ્ચર તરફ ઈશારો કરે છે. પોતાના અનુભવની વિગતો આપતા એક વિડીયોમાં, તેણે સમજાવ્યું, "નોકરી છોડવાનો નિર્ણય આવેગમાં નહોતો લીધો, પરંતુ વધતા કામના ભારણને કારણે લીધો હતો."
યૂઝર્સ ને આપી પ્રાથમિકતા
સોશિયલ મીડિયા યુઝર્સે ચિરાગનુ સમર્થન કર્યુ. એક યુઝરે લખ્યું, "હું સંપૂર્ણપણે સંમત છું. મેં પણ 23 વર્ષની ઉંમરે મારી નોકરી છોડી દીધી હતી અને હવે હું બીજી કંપનીમાં બેક-એન્ડ ભૂમિકામાં કામ કરી રહ્યો છું, જ્યાં વાતાવરણ પણ ખરાબ છે, પરંતુ ઓછામાં ઓછું મારે ખોટી રીતે વેચાણ તો નથી કરવુ પડતુ ." બીજા યુઝરે કહ્યું, "હું સંપૂર્ણપણે સંમત છું. મેં પણ થોડા મહિના પહેલા મારી નોકરી છોડી દીધી હતી, અને કર્મચારીઓ દ્વારા ખોટી રીતે વેચાણ ખૂબ જ વધી રહ્યું છે. તેઓ ગ્રાહકોની કમાણીનો પણ વિચાર કરતા નથી, જે માટે તેઓ ખૂબ મહેનત કરે છે. ગ્રાહકો પાસે પણ તેમણે શું ખરીદ્યું છે અને તેમના રોકાણોનું શું થઈ રહ્યું છે તેની સંપૂર્ણ માહિતી નથી. આજે, બેંકિંગની સ્થિતિ દિવસેને દિવસે વધુ ખરાબ થઈ રહી છે, અને સૌથી ખરાબ મહિનો માર્ચ એંડિંગનો છે, જ્યારે ખોટી રીતે વેચાણ ટોચ પર હોય છે."
About Writer
વેબદુનિયા ન્યુઝ ટીમ
અમારા સ્ટ્રિંગર્સ, વિશ્વસનીય સ્ત્રોતો અને અનુભવી પત્રકારો દ્વારા તૈયાર કરવામાં આવેલી ગ્રાઉંડ રિપોર્ટ્સ, સ્પેશ્યલ રિપોર્ટ્સ અને રીયલ ટાઈમ અપડેટ્સને વરિષ્ઠ સંપાદકો દ્વારા સાવધાનીપૂર્વક તપાસીને જાણીને પ્રકાશિત કરવામાં આવે છે....
વધુ વાંચો