કર્ણાટકના બાગલકોટમાં લગ્ન દરમિયાન વરરાજાને હાટેઅટેક આવી ગયો, જેના કારણે તેનું મૃત્યુ થયું. એવું કહેવામાં આવી રહ્યું છે કે મંગળસૂત્ર પહેરાવતાની સાથે જ વરરાજાને હાર્ટ એટેક આવ્યો. વરરાજા ફક્ત 25 વર્ષનો હતો. આ ઘટનાથી કન્યા અને વરરાજાના પરિવારો આઘાતમાં છે. જોકે, આ કોઈ યુવાન વ્યક્તિને હાર્ટ એટેક આવવાનો પહેલો કિસ્સો નથી. છેલ્લા કેટલાક વર્ષોમાં, યુવાનોમાં હાર્ટ એટેકના કેસોમાં ઝડપથી વધારો થયો છે.
મહત્વપૂર્ણ પ્રસંગોએ હાર્ટએટેકના ઘણા બનાવો પહેલા પણ નોંધાયા છે. ગાયક કેકેનું પણ એક કોન્સર્ટ દરમિયાન હાર્ટએટેકના કારણે અવસાન થયું. આ ઉપરાંત જીમમાં હાર્ટ એટેકના કેસોમાં વધારો થયો છે. નૃત્ય કરતી વખતે હાર્ટ એટેકના ઘણા કિસ્સા નોંધાયા છે.
જામખંડીમાં બનેલી ઘટના
આ ઘટના શનિવારે જામખંડી શહેરમાં બની હતી. આ અકસ્માત થયો ત્યારે અહીં લગ્ન સમારોહ ચાલી રહ્યો હતો. લગ્ન સમારોહમાં હાજર એક વ્યક્તિએ જણાવ્યું કે મંગળસૂત્ર બાંધવાણા થોડીવાર પછી, વરરાજા પ્રવીણને છાતીમાં દુ:ખાવો થયો અને તે જમીન પર પડી ગયો. બીજા એક વ્યક્તિએ કહ્યું કે વરરાજાનાં માતા-પિતા તેને ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા. જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યો. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે.
યુવાનોમાં હાર્ટ એટેકના કેસ ઝડપથી વધી રહ્યા છે
આ ઘટના યુવાનોમાં હાર્ટએટેકના હુમલાના વધતા જતા બનાવોનું બીજું એક ઉદાહરણ છે. આ ઘટના દરેકની ચિંતામાં વધારો કરશે. ફેબ્રુઆરીમાં, મધ્યપ્રદેશમાં લગ્ન સંગીતમાં નૃત્ય કરતી વખતે 23 વર્ષીય મહિલાને હૃદયરોગનો હુમલો આવ્યો અને તેનું સ્ટેજ પર જ મૃત્યુ થયું. ગયા વર્ષે ડિસેમ્બરમાં, ઉત્તર પ્રદેશના અલીગઢમાં એક 14 વર્ષના છોકરાનું તેની શાળામાં રમતગમત સ્પર્ધા માટે દોડવાની પ્રેક્ટિસ કરતી વખતે હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું હતું.