Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Viral Video - સુહાગરાત માટે સજાવી હતી ટ્રેનનાં AC કોચની કેબીન, વિડીયો પર મચ્યો હોબાળો, રેલવેએ TC ને કર્યો સસ્પેંડ

first night ac coach
first night ac coach
 
ટ્રેનના ફર્સ્ટ એસી કોચમાં હનીમૂન રૂમની જેમ કેબિન સજાવવાનો મામલો અત્યારે સોશિયલ મીડિયા પર જોર પકડી રહ્યો છે. આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ રેલ્વે વહીવટીતંત્રે કડક કાર્યવાહી હાથ ધરી છે અને સંબંધિત ટિકિટ ચેકર (TTE) ને સસ્પેન્ડ કરી દીધા છે.

 
આ અંગે રેલ્વે મંત્રાલયે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે, "6 જુલાઈ 2026ના રોજ, ટ્રેન નંબર 11002 નંદીગ્રામ એક્સપ્રેસમાં મુસાફરી કરી રહેલા એક દંપતીએ તેમના ફર્સ્ટ એસી ડબ્બાને શણગારવા માટે ખાનગી રીતે એક ઓનલાઈન ડેકોરેટરને રાખ્યો હતો. આ ડેકોરેટરનો ટ્રેનના કોચમાં પ્રવેશ સંપૂર્ણપણે અનધિકૃત (ગેરકાયદેસર) હતો, જેને રેલ્વે સુરક્ષામાં એક ગંભીર ભૂલ માનવામાં આવી રહી છે. આ બેદરકારી બદલ સંબંધિત કર્મચારીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને વિગતવાર વિભાગીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે. તપાસના અહેવાલના આધારે આગળની યોગ્ય કાનૂની કાર્યવાહી કરવામાં આવશે."
 
 

જુઓ આ વિડીયો પર મચ્યો હોબાળો 


ટ્રેનના કેબિનને બનાવ્યો હનીમૂન રૂમ: વીડિયો વાયરલ થતાં રેલ્વેની કડક કાર્યવાહી

આ ચોંકાવનારી ઘટના 6 જુલાઈ, 2026 ના રોજ બની હતી. ટ્રેન નંબર 11002 નંદીગ્રામ એક્સપ્રેસમાં મુસાફરી કરી રહેલા એક દંપતીએ પોતાની સફરને યાદગાર બનાવવા માટે ઓનલાઈન એક ખાનગી ડેકોરેટરને કામ સોંપ્યું હતું. આ ડેકોરેટરે ટ્રેનની અંદર પ્રવેશીને તેમના આખા કેબિનને લગ્નની પ્રથમ રાત્રિના રૂમની જેમ સજાવી દીધો હતો.
 
આ અનોખો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ લોકોમાં ભારે ચર્ચા જાગી હતી અને યુઝર્સ જાતજાતની ટિપ્પણીઓ કરવા લાગ્યા હતા. વીડિયો સામે આવ્યા બાદ રેલ્વે વહીવટીતંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું અને સુરક્ષામાં ગંભીર બેદરકારી બદલ કડક કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.
 

રેલ્વેએ શું સ્પષ્ટતા આપી?

 
રેલ્વેએ સમગ્ર મામલા અંગે સ્પષ્ટતા જારી કરી છે, જેમાં તેને ગંભીર સુરક્ષા ભૂલ ગણાવી છે. રેલ્વે વહીવટીતંત્રે જણાવ્યું છે કે બેદરકારી બદલ સંડોવાયેલા સ્ટાફને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. વિગતવાર વિભાગીય તપાસનો આદેશ આપવામાં આવ્યો છે.

રેલ્વેએ અગાઉ શું કહ્યું હતું?

 
સૂત્રોના જણાવ્યા અનુસાર, રેલ્વેએ અગાઉ જણાવ્યું હતું કે મુસાફરોને તેમના કેબિનને સજાવવા સામે કોઈ વાંધો નથી. જો કોઈ મુસાફર આખી કેબિન બુક કરે છે અને તેને જાતે જ સજ્જ કરે છે, તો રેલ્વેને કોઈ વાંઘો નથી. તે સંપૂર્ણપણે મુસાફરનો અધિકાર છે કે તેઓ કેવી રીતે મુસાફરી કરવા માંગે છે, અને આ કોઈપણ કાયદાનું ઉલ્લંઘન માનવામાં આવતું નથી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

શ્રેયસ અય્યરની કપ્તાની પર સવાલ, બીસીસીઆઈએ કોને સોંપી કપ્તાની