Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ચા પીને કપ ખાઈ જાઓ- 2 યુવાઓએ મળીને શરૂ કર્યો નવો સ્ટાર્ટઅપ

ચા પીને કપ ખાઈ જાઓ
, સોમવાર, 25 જુલાઈ 2022 (13:32 IST)
તમે લોકો ચા તો ઘણી પીધી હશે પણ શુ તમે ક્યારે સાંભળ્યુ છે કે જોયુ છે કે ચા પીવાની સાથે જ લોકો કપ પણ ખાઈ જાય. (Drink Tea And Eat Cup Concept) .
 
શહડોલ શહરમાં આ દિવસો એક ચાની દુકાન ખૂબ ચર્ચામાં છે. કારણ છે અહીં પર ચા પીવો અને કપ ખાઈ જાઓનો કાંસેપ્ટ જેને જાણ્યા પછી લોકો માટે આતુરતાનો કેંદ્ર બન્યો છે. આખરે આ કેવી ચા આપી રહ્યા છે જેમાં ચાની સાથે લોકો કપ પણ ખાઈ રહ્યા છે. હકીકતતમાં શહડોલમાં 2 યુવાઓએ નવો સ્ટાર્ટાઅપ શરૂ કર્યો છે જેમાં તેણે એક ચાની દુકાન શરૂ કરી છે. 
 
તેમની આ ચાની દુકાનમાં સ્પેશલિટી આ છે કે તે ચાની સાથે કપ પણ ખાવા માટે આપી રહ્યા છે. આ દુકાનની ચા રો જુદા ફ્લેવરની છે પણ ચા પીધા પછી કપ ખાવાનો કાંસેપ્ટ લોકોને આકર્ષિત કરી રહ્યો છે. લોકો ચા અને કપને ટેસ્ટ કરવા માટે દુકાન સુધી પહોંચી રહ્યા છે. 
 
જાણો શુ છે કપની ખાસિયત 
કપના વિશે યુવા જણાવે છે કે કપ બિસ્કીટથી બનેલુ છે. તેમાં એક જુદા જ ફ્લેવરની ચા આપી રહ્યા છે. જેને લોકો પસંદ કરી રહ્યા છે. કપ બિસ્કીટથી બનેલુ હોય છે. તેથી લોકો તે ચાને પીવાથી સાથે કપ પણ ખાઈ જાય છે. તેને વેફર્સ કપ પણ કહેવાય છે. તેનાથી કચરો પણ નથી થાય  અને નવો કાંસેપ્ટ છે તો લોકોને સારુ પણ લાગી રહ્યો છે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જામનગરમાં વિભાજી સ્કૂલ પાસે પત્નીએ પતિનો કોલર પકડીને કહ્યું ‘ચાલ, સાથે ડૂબી મરીએ