baby names

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Viral Video: પ્રેમિકા સાથે ઝગડો કર્યા બાદ બારીમાંથી કુદી ગયો પ્રેમી, સોશિયલ મિડીયા પર વિડીયો વાયરલ

viral news
, રવિવાર, 27 એપ્રિલ 2025 (15:18 IST)
viral news
Viral Video: સોશિયલ મીડિયા પર ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડના ઝઘડાના વીડિયો અવાર નવાર વાયરલ થાય છે. આવો જ બીજો એક વીડિયો સામે આવ્યો છે. આમાં જોઈ શકાય છે કે એક પ્રેમી તેની ગર્લફ્રેન્ડ સાથે લડી રહ્યો છે. બંને વચ્ચે કલાકો સુધી ઉગ્ર દલીલ થઈ. જેના કારણે પ્રેમીનો ગુસ્સો વધી જાય  છે. આ પછી, તે વ્યક્તિ જે કરે છે તેના વિશે કોઈએ ક્યારેય વિચાર્યું પણ નહીં હોય તે ઘરની બારી તરફ દોડે છે અને બંધ બારી પરથી કૂદી પડે છે. શરૂઆતમાં, તેની ગર્લફ્રેન્ડ તેને પકડી લે છે અને રોકે છે, પરંતુ તે માણસ કૂદવાનો પ્રયાસ ચાલુ રાખે છે. તે પુરુષ કોઈક રીતે ખુદને  સ્ત્રીથી મુક્ત કરે છે અને પછી બારી તરફ દોડીને કૂદી પડે છે. આના કારણે બારીનો કાચ તૂટી જાય છે અને તે સીધો નીચે પડી જાય છે. આ જોઈને સ્ત્રી ડરી જાય છે અને બારી બહાર તેને જોવા લાગે છે.

 
જોકે, ઘર ગ્રાઉન્ડ ફ્લોર પર હોવાથી, તેને કશું થતું નથી.  જમીન પર પડેલા કાંચના ટુકડાને કારણે તેના શરીર પર સામાન્ય ઈજા થાય છે   આ પછી પણ તે વ્યક્તિ હાર માનતો નથી, તે ફરીથી ઉઠે છે અને ત્યાંથી  ભાગી જાય છે. આ વખતે તેની ગર્લફ્રેન્ડ તેને રોકવાનો પ્રયાસ કરતી નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ભારતની એક્શનથી પાકિસ્તાનમાં ફેલાયો ફફડાટ :PoK માં ઈમરજન્સી આદેશ લાગૂ, એલર્ટ મોર્ડ પર સેના