Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

હોઠ માટે માતાના કરોડોના ઘરેણા ફક્ત 700 રૂપિયામાં વેચ્યા, ચીની યુવતીની ચોંકાવનારી કરતૂત વાયરલ

lip studs
, શુક્રવાર, 7 ફેબ્રુઆરી 2025 (14:55 IST)
lip studs
Weird News :  એક યુવતીના કારનામાની ચર્ચા આખી દુનિયામાં થઈ રહી છે. આ યુવતીએ જે કર્યુ તે સાંભળીને લોકો હેરાનમાં પડી ગયા છે.  યુવતીએ લિપ પિયર્સિંગ માટે માતાના કરોડો રૂપિયાના ઘરેણા ફક્ત સાતસો રૂપિયામાં વેચી દીધા.  યુવતીની આ કરતૂત જ્યારે માતાને ખબર પડી ત્યારે તે શોક્ડ થઈ ગઈ.  મહિલા પોલીસ સ્ટેશન ગઈ અને મદદ માંગી. ત્યારબાદ આ મામલાની ચર્ચા સોશિયલ મીડિયા પર થઈ અને આ સમાચાર વાયરલ થઈ ગયા. 
 
મામલો ચીનના શંઘાઈનો છે. શંઘાઈમાં એક યુવતીએ પોતાની માતાને દસ લાખ યુઆન (1.22 કરોડ રૂપિયા જેટલા) ના ઘરેણાને માત્ર 60 યુઆન (721 રૂપિયા) માં વેચી દીધા. ત્યારબાદ આ યુવતીએ લિપ સ્ટડ અને ઈયરરિંગ ખરીદ્યા.  જ્યારે વાંગ નામની મહિલાએ જણાવ્યુ કે તેની પુત્રી લી એ પોતાના ઘરમાંથી કિમતી કંગન, હાર સહિતના અનેક ઘરેણા બજારમાં વેચી દીધા છે. 
 
યુવતીએ કેમ વેચ્યા ઘરેણાં ?
મહિલાએ કહ્યું કે તેની પુત્રી લીએ ભૂલથી ઘરેણાં નકલી સમજી લીધા હતા અને તેને રિસાયક્લિંગ દુકાનને વેચી દીધા. મહિલાએ કહ્યું કે મને ખબર નથી કે તે તેને કેમ વેચવા માંગતી હતી. જ્યારે મેં તેને પૂછ્યું ત્યારે તેણે મને કહ્યું કે મને '60 યુઆન' (રૂ. 700) ની જરૂર છે. મેં પૂછ્યું કે કેમ, અને તેણીએ કહ્યું, 'મેં કોઈને લિપ સ્ટડ પહેરેલા જોયા અને તે ખૂબ સુંદર દેખાતા હતા. તેથી મને પણ એક જોઈતું હતું.
 
પોલીસને જ્યારે આ અંગેની માહિતી મળી તો તે સક્રિય થઈ અને ઘરેણાં શોધવાનું શરૂ કર્યું. થોડા કલાકોમાં પોલીસને સફળતા મળી અને મહિલાને પરત કરવામાં આવી. તપાસમાં સામેલ એક અધિકારીએ જણાવ્યું કે દુકાન માલિક હાજર ન હતો તેથી અમે તેમનો ફોન પર સંપર્ક કર્યો અને તેમને પોલીસ સ્ટેશન આવવા કહ્યું.
 
આ પછી પોલીસે દુકાન માલિકની પૂછપરછ કરી, તેણે ઘરેણાં ખરીદવાની કબૂલાત કરી અને ઘરેણાં પરત કરવા સંમત થયા. તેણે ઘરેણાં પરત કર્યા અને તે મહિલાને સોંપી દીધા. હવે સોશિયલ મીડિયા પર, કેટલાક લોકો માતા વિરુદ્ધ અને કેટલાક છોકરીના કૃત્યો પર વિવિધ ટિપ્પણીઓ કરી રહ્યા છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Happy Propose Day Quotes in Gujarati - હેપી પ્રપોઝ ડે મેસેજ