baby names

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

તેણે કહ્યુ.. ઓ પ્યારી નદી... મને તારી અંદર સમાવી લે

ઓ પ્યારી નદી... મને તારી અંદર સમાવી લે

નવીન રંગિયાલ

, મંગળવાર, 2 માર્ચ 2021 (15:42 IST)
ખૂબ ઓછા લોકો માં ગ્રેસ હોય છે, જેન મળે છે એ અને બીજા માણસોથી થોડો અલગ થઈ જાય છે.  આ તત્વ કોઈ એક ગુણ નથી. જેનુ હોવુ જીવનના કોઈ એક ભાગને જ પ્રભાવિત કરે છે.  પણ આ એક એવુ તત્વ છે જે જીવનના અનેક દ્રષ્ટિકોણોને ખીલાવી દે છે.
 
ગ્રેસ મને પ્રેમ તત્વથી પણ વધુ આકર્ષિત કરે છે, બંનેમાં એક ફર્ક છે. પ્રેમ થોડી હદ સુધી ફકત એક માટે હોય છે કે થોડાક માટે હોય છે પણ જો તમારી પાસે ગ્રેસ  છે તો તે બધા માટે હોય છે. 
 
જે આયેશા નામની યુવતીએ અમદાવાદની સાબરમતી નદીમાં કૂદીને પોતાનો જીવ આપી દીધો, દેખીતુ છે તેના પ્રેમ વિશે આપણે જાણતા નહોતા, તે ફક્ત પોતાના પતિ આરિફને પ્રેમ કરતી હતી, પણ તેની ગ્રેસ આપણા બધા માટે હતી, ઘા ની જેમ ટપકતી આ આખી જીંદગી માટે હતી, તેથી તેની ગ્રેસ એ આપણા સૌને એપ્રોચ કર્યુ. 
 
પ્રશ્ન એ છે કે જીવનમાં કોઈ કેટલુ સારુ થઈને બતાવે, કે પછી પોતાની મોતમાં કેટલુ ગ્રેસફુલ હોઈ શકે છે - નિર્મલ વર્માએ કહ્યુ હતુ
 
મોત ઝાડની ડાળી પરથી ધીરેથી તૂટીને લહેરાતા પાન જેવી હોવી જોઈએ. 
 
આ જાણવા માટે હુ દરેક મરતા માણસને જોઉ છુ. તેની મોત જોવુ છુ.- તેના મોતની ગતિ અને જીવનની ઊંડાઈને જોઉ છુ. - જેમ મ્યુઝિકમાં મને આલાપ  અને રૈજ પસંદ છે ઠીક એ જ રીતે મને જીવન નએ મોત બંનેમાં ઊંડાઈ અને રેંજ પસંદ છે.  મને આના દ્વારા જ જાણ થાય છે કે કલા અને જીવન સાથે કોઈનુ કેટલુ જોડાણ છે. 
 
 
આયેશા ખૂબ સુંદર નહોતી પણ તેની ગ્રેસ એ તેને ખૂબ જ સુંદર બનાવી દીધી. એટલુ જ નહી તેની મોત આપણા સૌને એક તમાચો મારી ગઈ,  દિલ વિંધી ગઈ. જો તેની પાસે વાત કહેવાની આ ગ્રેસ ન હોત તો તે આપણા માટે ફક્ત એક શરીર માત્ર જ હતી. અનેક લોકો રોજ મરે છે. પણ આયેશા સાથે એક ગ્રેસ નુ પણ મૃત્યુ થયુ 
 
 
લોકો તો ઘણા હોય છે પણ ગ્રેસ વાલા ખૂબ ઓછા હોય છે.  એવા લોકોને જો બચાવી ન શકાય તો ઓછામાં ઓછા દહેજમાં દોઢ લાખ રૂપિયાની માંગ માટે તો ન મરવુ જોઈએ. અને પણ ત્યારે જ્યારે તે આરિફના પ્રેમમાં હોય, પોતાના પ્રેમમાં તેને સ્વતંત્ર કરવા માંગી રહી હોય. 
 
આયેશાએ પહેલા સાબરમતી નદીને પ્રાર્થના કરી. તેણે કહ્યુ, ઓ સાબરમતી, હુ આવુ છુ મને ખુદમાં સમાવી લે. મને ખુશી છે કે ઉપર આવીશ તો અલ્લાહને મળીશ અને દુઆ કરુ છુ કે માણસોના ચેહરા મને ફરી ક્યારેય જોવા ન મળે. 
 
આ એ જ ફરક છે જેની હુ વાત કરી રહ્યો છુ કે મરતા પહેલા પણ ન્દી પાસે પોતાને માટે સ્થાન જ માંગી રહી હતી, પ્રાર્થના જ કરી રહી છે, તેણે મરતા પહેલા પણ કોઈને શ્રાપ ન આપ્યો, કોઈને જવાબદાર ન ઠેરવ્યા.  
 
પરંતુ આખી ભરી પુરી દુનિયામાં કોઈ એક એવુ ન મળ્યુ, જેને નિશંક કહી શકાય.. કે આ જીવન છેવટે તેની પાસે શુ માંગી રહી છે, તેને શુ આપવુ જોઈએ. 
 
કોઈ હજુ કેટલુ સુંદર મરીને બતાવે કે અમે તેને મરવાથી રોકી શકીએ. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આ મોદી અને અમિત શાહનું ગુજરાત છે. અહીં આમ આદમી પાર્ટી કંઈ કરી શકે તેમ નથીઃ મુખ્યમંત્રી રૂપાણી