Savitri Jindal Resign:હવે દેશની સૌથી અમીર મહિલા અને દેશના ટોચના અમીરોની યાદીમાં સામેલ સાવિત્રી જિંદાલે કોંગ્રેસ છોડવાની જાહેરાત કરી છે. ઓપી જિંદાલ ગ્રૂપના ચેરમેન અને હરિયાણાના પૂર્વ મંત્રી સાવિત્રી જિંદાલે બુધવારે મોડી રાત્રે કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી .
સાવિત્રી જિંદાલ હરિયાણા સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે. હાલમાં તે ઓપી જિંદાલ ગ્રુપના ચેરમેન છે. તેમણે X પર તેમના રાજીનામાની જાહેરાત કરી.
લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને દરરોજ એક પછી એક આંચકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. હવે ભારતની સૌથી અમીર મહિલા અને દેશના ટોચના અમીરોની યાદીમાં સામેલ સાવિત્રી જિંદાલે કોંગ્રેસ છોડવાની જાહેરાત કરી છે. તેમનું રાજીનામું એવા સમયે આવ્યું છે જ્યારે તેમના પુત્ર નવીન જિંદાલ તાજેતરમાં કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા છે. આવી સ્થિતિમાં એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે સાવિત્રી જિંદાલ પણ ભાજપમાં જોડાઈ શકે છે. જો કે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.