જૂના સંસદના સેંટ્રલ હોલમાં આજે એનડીએ ઘટક દળોની બેઠક ચાલુ છે. આ દરમિયાન નરેન્દ્ર મોદી પણ બેઠકમાં સામેલ થયા. પીએમ મોદીની આ બેઠકમાં પહોચતા જ વંદે માતરમ અને મોદી-મોદીના નારા લગાવ્યા. બેઠકમાં નરેન્દ્ર મોદીને એનડીએ દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા. ત્યારબાદ સાંજે એનડીએના નેતા પોતાની સરકાર બનાવવાનો દાવો રજુ કરશે. બીજી બાજુ આ પહેલા એનડીએ દળની બેઠકમાં પીએમ મોદી બોલી રહ્યા છે. પીએમ મોદીએ કહ્યુ કે હુ સૌથી પહેલા સદનમાં રહેલા બધા લોકોનો દિલથી આભાર વ્યક્ત કરુ છુ. મારે માટે ખુશીની વાત એ છે કે આટલા મોટા સમૂહનુ સ્વાગત કરવાની તક મળી છે. જે સાથી વિજયી થઈને આવ્યા છે તે અભિનંદનના આભારી છે. પણ જે લાખો કાર્યકર્તાઓએ પરિશ્રમ કર્યો છે. હુ આજે સંવિધાન સદનનાના આ સેટ્રલ હોલથી માથુ નમાવીને હુ તેમને પ્રણામ કરુ છુ.
મારુ સૌભાગ્ય છે કે એનડીએના નેતાના રૂપમાં બધા સાથિઓએ સર્વસંમત્તિથી પસંદ કરીને મને નવી જવાબદારી આપી છે. આ માટે હુ તમારા બધાનો ખૂબ ખૂબ આભારી છુ. વ્યક્તિગત જીવનમાં એક જવાબદારીનો એહસાસ કરુ છુ. જ્યારે 2019માં સદનમાં બોલી રહ્યા હતા ત્યારે મે એક વાત પર બળ આપ્યુ હતુ - વિશ્વાસ. આજે જ્યારે એકવાર ફરીથી મને તમે જે જવાબદારી અપી છે તેનો મતલબ છે કે પરસ્પર વિશ્વાસનો સેતુ મજબૂત છે. આ અતૂટ વિશ્વાસની મજબૂત ઘરાતલ પર છે અનેન આ સૌથી મોટી મુડી હોય છે. તેથી આ ક્ષણ મારે માટે ભાવુક કરનારો પણ છે અને તમારા બધાનો જેટલો આભાર માનુ એટલો ઓછો છે.
ખૂબ ઓછા લોકો આ વાતોની ચર્ચા કરે છે હિન્દુસાત્નના આટલા મહાન લોકતંત્રની તાકત જુઓ કે 22 રાજ્યોમાં લોકોએ તેમને સરકાર બનાવવાની તક આપી છે.