Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

ગુજરાતના 14 રિપીટ ઉમેદવારોમાં પાટીલ સૌથી ધનવાન, મનસુખ વસાવા પાસે સૌથી ઓછી સંપત્તી

C R Patil
, મંગળવાર, 2 એપ્રિલ 2024 (17:40 IST)
વિશ્વના સૌથી મોટા લોકતંત્ર ભારતમાં લોકસભાની ચૂંટણી સાથે યોજાવાની છે અને તેના માટે રાજકીય પક્ષોની સાથે લોકોમાં પણ ઉત્સાહ વધી રહ્યો છે. ૭ તબક્કામાં યોજાનારા લોકસભા ઈલેક્શન માટે ગુજરાતમાં આગામી ૭ મેના રોજ મતદાન થશે. દરેક પક્ષ પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી રહ્યા છે.

ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો માટે ભારતીય જનતા પાર્ટી એ જે યાદી બહાર પાડી છે તેમાંથી 14 ઉમેદવારો રિપીટ છે એટલે કે 2019માં પણ તેઓ ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. ભારતમાં રાજકીય અને ચૂંટણી અંગેનું વિશ્લેષણ કરતી ADRએ અગાઉની ચૂંટણીઓમાં ઉમેદવારોએ કરેલી એફિડેવિટના આધારે સંપત્તી અને ક્રિમિનલ કેસના આંકડા તૈયાર કર્યા છે.ADR દ્વારા જાહેર થયેલા ઉમેદવારોની સંપત્તિ અને તેમની સામે થયેલા ક્રિમિનલ કેસ અંગેના આંકડા જાહેર કર્યા છે. આ આંકડા મુજબ ગુજરાતના 14 રિપીટ ઉમેદવારોમાંથી 4 સામે સામાન્યથી લઈને ગંભિર પ્રકારના ક્રિમિનલ કેસ થયેલા છે. આ હિસાબે રિપીટ ઉમેદવારોમાંથી 28.57% ઉમેદવારો ગુનાહિત ઈતિહાસ ધરાવે છે.

સંપત્તિ અંગેના આંકડા જોઈ તો 2019ની એફિડેવિટ પ્રમાણે ગુજરાત ભાજપના તમામ ઉમેદવારોની સંપત્તિ 50 કરોડથી નીચે છે. રિપીટ કરવામાં આવેલા 14 ઉમેદવારોની સરેરાશ સંપત્તિ 11.69 કરોડ જેવી થાય છે. આ યાદી પ્રમાણે નવસારીના ઉમેદવાર અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ પાસે સૌથી વધુ 44 કરોડની સંપત્તિ છે અને તેમના ઉપર 5 કરોડનું દેવું છે. આ ઉપરાંત જામનગરના પૂનમ માડમની સંપત્તિ 42 કરોડ અને દેવુ 9 કરોડ છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પાસે 40 કરોડની સંપત્તિ છે અને દેવું 47 લાખ છે. સૌથી ઓછી 68 લાખની સંપત્તિ ભરૂચના ઉમેદવાર મનસુખ વસાવાની છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

80 વર્ષના વરરાજાએ 34 વર્ષની દુલ્હન સાથે કોર્ટ મેરેજ કર્યા