Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

VVPT પરચાની પૂર્ણ ગણતરીની માંગણી, લોકસભા ચૂંટણી પહેલા સુપ્રીમ કોર્ટએ તેને કેંદ્રથી માંગ્યો જવાબ

VVPT પરચાની પૂર્ણ ગણતરીની માંગણી, લોકસભા ચૂંટણી પહેલા સુપ્રીમ કોર્ટએ તેને કેંદ્રથી માંગ્યો જવાબ
, મંગળવાર, 2 એપ્રિલ 2024 (13:07 IST)
Loksabha election 2024- લોકસભા ચૂંટણીની તારીખ સામે આવી ગઈ છે અને દેશમાં આ સમયે ચૂંટણી વાતાવરણ બનેલુ છે આ ચૂંટણી વાતાવરણના વચ્ચે સોમવારે સુપ્રીમ કોર્ટએ એક મહત્વના મામલાની સુનવણી કરી. કોર્ટએ વીવીપેટ પરચાઓથી સંબંધિત બાબતને સાંભળ્યુ. જેમાં વીવીપેટ પરચાની આખી ગણતરીની માંગણી કરી હતી. 
 
કોર્ટએ મામલામાં ચૂંટણી આયોગ અને કેંદ્રથી જવાબ માંગ્યુ છે. નોંધનીય છે કે હાલના સંજોગોમાં પસંદગીના કોઈપણ પાંચ ઈવીએમનું વેરિફિકેશન VVPAT સ્લિપ દ્વારા કરવામાં આવે છે. વાસ્તવમાં, VVPAT એક સ્વતંત્ર વોટ વેરિફિકેશન સિસ્ટમ છે, જે મતદારને એ જોવાની મંજૂરી આપે છે કે તેનો મત યોગ્ય રીતે પડ્યો છે કે નહીં.
 
સુપ્રીમ કોર્ટે વકીલ અને કાર્યકર્તા અરુણ કુમાર અગ્રવાલ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર નોટિસ જારી કરી છે. અરજદારે VVPAT પેપર સ્લિપ દ્વારા માત્ર 5 રેન્ડમલી પસંદ કરેલ EVMની ચકાસણીની હાલની પ્રથાના વિરોધમાં ચૂંટણીમાં VVPAT સ્લિપની સંપૂર્ણ ગણતરીની માંગ કરી છે. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં ચૂંટણી પંચની માર્ગદર્શિકાને પડકારવામાં આવ્યો છે જે જણાવે છે કે VVPAT વેરિફિકેશન ક્રમિક રીતે કરવામાં આવશે, એટલે કે એક પછી એક, અને કહ્યું કે આનાથી અયોગ્ય વિલંબ થાય છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમદાવાદમાં એક હજારથી વધુ ક્ષત્રિયો રસ્તા પરઃક્ષત્રિયાણીએ કહ્યું, જરૂર પડે તો જૌહર કરવા તૈયાર