ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગ જામ્યો છે. સુરત બેઠક બિનહરિફ થયા બાદ ભાજપે તમામ બેઠકો પર પાંચ લાખની લીડથી જીતવા માટે ધુંવાધાર પ્રચાર શરૂ કરી દીધો છે. હવે આગામી દિવસોમાં વડાપ્રધાન મોદી અને અમિત શાહ સહિતના સ્ટાર પ્રચારકો ગુજરાતના મેદાનમાં ઉતરશે. ત્યારે 28 એપ્રિલે NRI અને NRG PM મોદીના સમર્થનમાં રિવરફ્રન્ટથી સુરત સુધી કાર રેલી યોજશે.
લોકસભા ચૂંટણીમા વિદેશના નેતાઓની પણ નજર મંડરાયેલી છે
ભાજપની મીડિયા વિભાગની એક યાદીમાં જણાવાયું છે કે,વડાપ્રધાન મોદીના સમર્થનમા વિદેશમા વસતા ભારતીય નાગરીકો ગુજરાતમા કાર રેલીનુ આયોજન કર્યુ છે આ કાર્યક્રમ અંગે વિદેશ સંપર્ક વિભાગના કન્વીનર દિગંત સોમપુરાએ આગામી કાર્યક્રમની માહિતી અંગે પ્રદેશ મીડિયા સેન્ટર ખાતે પ્રેસકોન્ફરન્સને સંબોધી હતી. સોમપુરાએ જણાવ્યું કે, આગામી લોકસભા ચૂંટણીને લઇને ન માત્ર દેશમા પણ વિદેશમા વસતા ભારતીયો પણ મોદી ફરી વડાપ્રધાન બને તેમ ઇચ્છી રહ્યા છે. આ વખતની લોકસભા ચૂંટણીમા વિદેશના નેતાઓની પણ નજર મંડરાયેલી છે.
રેલી અમદાવાદ રિવરફ્રન્ટ ખાતેથી પ્રારંભ થઇ સુરત ખાતે સમાપન થશે
વિદેશમા રહેતા ભારતીયોએ વડાપ્રધાન મોદીના સમર્થનમા કાર રેલીનુ આયોજન કર્યુ છે. વિદેશના દેશોમા અમેરિકા,યુકે,ઓસ્ટ્રલીયામા કાર રેલી યોજાઇ હતી. આજે વિદેશમા રહેતા મૂળ ભારતીય લોકો દ્વારા આગામી 28 એપ્રિલે અમદાવાદથી સુરત સુઘી એક કાર રેલી યોજાશે. આ કાર રેલીમા 100 જેટલી કારમા મૂળ ભારતીય કે જે વિદેશમા વસવાટ કરે છે તે લોકો જોડાશે છે.આ કાર રેલી અમદાવાદ રિવરફ્રન્ટ ખાતેથી પ્રારંભ થઇ સુરત ખાતે સમાપન થશે વિદેશમા રહેતા ભારતીયો ભારત આવીને પ્રચાર કરે તે સૌ પ્રથમ વખત આયોજન થયુ છે.