Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

રાજકારણમા તીખા તેવર બતાવનારી બીજેપીની આ નેતા, અનેક ફિલ્મોમાં લગાવી ચુકી છે ગ્લેમરનો તડકો, સુંદરતા જોતા રહી જશો

રાજકારણમા તીખા તેવર બતાવનારી બીજેપીની આ નેતા, અનેક ફિલ્મોમાં લગાવી ચુકી છે ગ્લેમરનો તડકો, સુંદરતા જોતા રહી જશો
, મંગળવાર, 4 જૂન 2024 (08:07 IST)
ભાજપે ગ્લેમરની દુનિયામાંથી રાજનીતિમાં આવેલી નવનીત કૌર રાણાને અમરાવતી લોકસભા સીટ પરથી પોતાના ઉમેદવાર બનાવ્યા છે. બીજેપી પહેલીવાર અમરાવતી લોકસભા સીટ પરથી ચૂંટણી લડી રહી છે. આવી સ્થિતિમાં તમામની નજર આ સીટ પર ટકેલી છે. જાણો કોણ છે નવનીત જેણે ઘણી ફિલ્મોમાં ગ્લેમર ઉમેર્યું છે.
 
દેશમાં 18મી લોકસભા માટે સાત ચરણોમાં થયેલી ચૂંટણીનુ પરિણામ આજે તમારી સૌની સામે હશે. આજે ગુજરાતની સૂરત લોકસભા સીટ છોડીને 542 સીટોનો નિર્ણય થવાનો છે. તેમા લોકસભા સીટ પર ચૂંટણી મેદાનમાં ઉતરેલી અનેક નેતા-રાજનેતાથી લઈને દિગ્ગજ હસ્તિઓના ભાગ્યનો નિર્ણય થવાનુ છે. આ લિસ્ટમાં એક નામ નવનીત કૌર રાણાનુ પણ છે. 
 
રાજનીતિમાં આવતા પહેલા રહી ચુકી છે અભિનેત્રી 
જી હા નવનીત કૌર રાણા હાલ મહારાષ્ટ્રમાં અમરાવતી લોકસભા સીટને લઈને ચર્ચામાં છે. આવુ એટલા માટે કારણ કે અહીથી બીજેપી (BJP) પહેલીવાર ચૂંટણી લડી રહી છે. જો કે નવનીત કૌર રાણા અહીના વર્તમાન સાંસદ છે. તેમને અગાઉની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારના રૂપમાં અમરાવતીથી જીત મેળવી હતી. 2019ની ચૂંટણીમાં નવનીત રાણાએ શિવસેના ઉમેદવાર આનંદરાવ અડસુલને 36,951 વોટોથી હરાવ્યુ હતુ. પણ શુ આપ આ જાણો છો કે રાજનીતિમાં આવતા પહેલા નવનીત કૌર રાણા ફિલ્મ ઈંડસ્ટ્રીમાં પણ પોતાનો જાદુ વિખેરી કુકી છે. આવો જાણીએ તેમના વિશે... 
 
નવનીતની ફિલ્મો 
ઉલ્લેખનીય છે કે રાજકારણમાં તીખા તેવર બતાવનારી નવનીત રાણા પંજાબની રહેનારી છે. તેમનુ નામ નવનીત કૌર છે.  નવનીત અભિનેત્રી હોવાની સાથે સાથે મોડલ પણ રહી ચુકી છે. નવનીત રાણાએ પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કન્નડ મૂવી દર્શન દ્વારા કરી હતી. ત્યારબાદ નવનીત રાણાએ વર્ષ 2024માં તેલુગુ ફિલ્મ ઈંડસ્ટ્રીમાં પગ મુક્યો અને તે ફિલ્મ સીનૂ, વસંથી અને લક્ષ્મીમાં જોવા મળી.  આ ફિલ્મમાં તેમની સાથે પ્રકાશ રાજે પણ એકટિંગ કરી. આ ફિલ્મમાં તેમની સથે પ્રકાશ રાજે પણ અભિનય કર્યો. ત્યા રબાદ નવનીત રાણા કેટલીક તેલુગુ મલયાલમ અ ને પંજાબી ફિલ્મોમાં જોવા મળી. બીજી બાજુ નવનીત રાણાએ ફરી બોલીવુડમાં પોતાનો સિક્કો જમાવ્યો.  અને વર્ષ 2005માં તેણે ફિલ્મ 'ચેતના'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. જોકે, હવે અભિનેત્રી ગ્લેમર ઈન્ડસ્ટ્રીથી દૂર છે અને રાજકારણમાં પોતાની તાકાત બતાવી રહી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Gujarat Lokabha Election Result 2024 Live Updates - ગુજરાતમાં ક્ષત્રીયોનો વિરોધ ભાજપને પડશે ભારે કે પછી ફરી એકવાર મોદીનો પ્રેમ જીતાડશે