2024 લોકસભા ચૂંટણીના ફર્સ્ટ ફેજમાં શુક્રવાર એટલે કે 19 એપ્રિલના રોજ 21 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની 102 સીટો પર વોટિંગ થશે. 2019માં આ સીટો પર સૌથી વધુ ભાજપાએ 40, DMKએ 24 કોંગ્રેસે 15 સીટો જીતી હતી. અન્યને 23 સીટો મળી હતી.
ચૂંટણી પંચ મુજબ ઈલેક્શનના પહેલા ફેજમાં કુલ 1625 કેંડિડેટ્સ મેદાનમાં છે. જેમા 1491 પુરૂષ અને 134 મહિલા ઉમેદવાર છે. જેમા મહિલાઓ ફક્ત 8% છે.
એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ (ADR)એ 1618 ઉમેદવારોના સોગંધનામામાં આપવામાં આવેલ માહિતી પર એક રિપોર્ટ તૈયાર કરી. તેમાથી 16% એટલે કે 252 ઉમેદવાર પર ક્રિમિનલ કેસ નોંધાયેલો છે.
બીજી બાજુ 450 એટલે કે 28% ઉમેદવાર કરોડપતિ છે. તેમની પાસે એક કરોડ કે તેનાથી વધુ સંપત્તિ છે. 10એ પોતાની સંપત્તિ શૂન્ય બતાવી છે. જ્યારે કે ત્રણ પાસે 300થી 500 રૂપિયાની સંપત્તિ છે.
161 ઉમેદવારો સામે હત્યા, અપહરણ જેવા ગંભીર કેસ નોંધાયા છે
ADR રિપોર્ટ અનુસાર, 10% એટલે કે 161 ઉમેદવારો એવા છે કે જેમની વિરુદ્ધ હત્યા, અપહરણ જેવા ગંભીર કેસ નોંધાયેલા છે. 7 ઉમેદવારો સામે હત્યાના અને 19 સામે હત્યાના પ્રયાસના કેસ છે.
18 ઉમેદવારો સામે મહિલાઓ વિરુદ્ધના ગુનાઓ માટે કેસ નોંધાયેલા છે. તેમાંથી એક સામે બળાત્કારનો કેસ પણ નોંધાયેલ છે. તે જ સમયે, 35 ઉમેદવારો વિરુદ્ધ અપ્રિય ભાષણ સંબંધિત કેસ નોંધાયેલા છે.
28 ટકા ઉમેદવારો કરોડપતિ છે
ADRએ પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે ચૂંટણીના પહેલા તબક્કાના 1618 ઉમેદવારોમાંથી 450 એટલે કે 28 ટકા ઉમેદવારો કરોડપતિ છે. તેમની પાસે એક કરોડ કે તેથી વધુની સંપત્તિ છે. ઉમેદવારોની સરેરાશ સંપત્તિ 4.51 કરોડ રૂપિયા છે.
10 ઉમેદવારોએ તેમની સંપત્તિ શૂન્ય જાહેર કરી છે, જ્યારે ત્રણ પાસે 300 થી 500 રૂપિયાની સંપત્તિ છે. તમિલનાડુની થૂથુકુડી બેઠક પરથી અપક્ષ ઉમેદવાર કે. પોનરાજ 320 રૂપિયા સાથે સૌથી ગરીબ ઉમેદવાર છે.
RSS નુ હેડ ક્વાર્ટર હોવા છતા નાગપુર હંમેશા કોંગ્રેસનુ ગઢ રહ્યુ છે. આ બેઠક 1952 થી 1996 અને 1998 થી 2009 સુધી કોંગ્રેસના કબજામાં રહી હતી. 1996ની ચૂંટણીમાં ભાજપનું ખાતું પહેલીવાર ખુલ્યું હતું. ત્યારબાદ બનવારીલાલ પુરોહિત સાંસદ તરીકે ચૂંટાયા હતા.
2014માં નીતિન ગડકરીએ કોંગ્રેસની જીતનો દોર તોડી નાખ્યો હતો. ત્યારથી તેઓ નાગપુર સીટથી સાંસદ છે. ગડકરી હવે ત્રીજી વખત ચૂંટણી મેદાનમાં છે. મુકાબલો કોંગ્રેસના વિકાસ ઠાકરે સાથે છે. વિકાસ ઠાકરે નાગપુર પશ્ચિમના ધારાસભ્ય છે અને મેયર રહી ચૂક્યા છે.
આ વખતે પણ રાજસ્થાનના બિકાનેરમાં ભાજપે વર્તમાન કાયદા મંત્રી અર્જુનરામ મેઘવાલને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. કોંગ્રેસે તેમની સામે રાજસ્થાન સરકારમાં મંત્રી રહી ચૂકેલા ગોવિંદરામ મેઘવાલને મેદાનમાં ઉતાર્યા છે. ગોવિંદરામ મેઘવાલ તાજેતરમાં જ ખજુવાલા બેઠક પરથી વિધાનસભા ચૂંટણી હારી ગયા હતા. અર્જુનરામ મેઘવાલ આ બેઠક પરથી સતત 3 વખત સાંસદ રહ્યા છે.
અલવર બેઠક પર ભાજપના ભૂપેન્દ્ર યાદવ અને કોંગ્રેસના લલિત યાદવ વચ્ચે મુકાબલો છે. લલિત યાદવ મુંડાવરથી ધારાસભ્ય છે. તેમણે 2023ની વિધાનસભા ચૂંટણીમાં 50 હજારથી વધુ મતોથી જીત મેળવી હતી. તે જ સમયે, ભૂપેન્દ્ર યાદવ બે વખત રાજસ્થાનથી રાજ્યસભાના સાંસદ રહી ચૂક્યા છે. 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપના બાબા બાલકનાથે અલવર બેઠક પરથી જીત મેળવી હતી.
છિંદવાડામાં 1997 છોડીને દરેક વખતે કોંગ્રેસ જ જીતી
70 વર્ષથી વધુ સમયથી આ સીટ કોંગ્રેસ પાસે છે. ગયા 45 વર્ષોથી અહી નાથ પરિવારનો મેમ્બર જીતી રહ્યો છે. જો કે 1997માં થયેલ પેટાચૂંટણીમાં રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રી સુંદરલાલ પટવાએ કમલનાથને 37 હજારથી વધુ મતોથી હરાવી દીધુ હતુ. ત્યારબાદ બીજા જ વર્ષે કમલનાથે પણ પટવાને મોટા અંતરથી હરાવ્યા.
કમલનાથે અહી 1980થી 2019 વચ્ચે 9 વાર સાંસદ રહ્યા. 2018માં મુખ્યમંત્રી બન્યા પછી તેમની કમાન પુત્રને સોંપી અને 2019માં મોદી લહેર છતા નકુલનાથ MP ની આ સીટ જીતવામાં સફળ રહ્યા. આ વખતે પણ કોંગ્રેસના નકુલનાથ અને ભાજપાના વિવેક બંટી સાહુ વચ્ચે મુકાબલો છે. સાહુ 2019 પેટાચૂંટણી અને 2023 વિધાનસભા ચૂંટણીમાં કમલનાથના હાથે હારી ચુક્યા છે.
મંડલા કુલસ્તે વિરુદ્ધ બીજીવાર મેદાનમાં મરકામ
ભાજપે અહીંથી 6 વખત સાંસદ અને કેન્દ્રીય મંત્રી ફગ્ગન સિંહ કુલસ્તેને મેદાનમાં ઉતાર્યા છે. તેમનો મુકાબલો ચાર વખત કોંગ્રેસના ધારાસભ્ય ઓમકાર સિંહ મરકામ સામે છે. આ બેઠક પર ભાજપની ચિંતા વધી છે કારણ કે છ મહિના પહેલા યોજાયેલી વિધાનસભા ચૂંટણી દરમિયાન મંડલા જિલ્લાની નિવાસ બેઠક પરથી ફગ્ગન સિંહ કુલસ્તેને હારનો સામનો કરવો પડ્યો હતો. મંડલા સંસદીય ક્ષેત્રમાં આવતી 8 વિધાનસભા બેઠકોમાંથી, કોંગ્રેસ પાસે 5 અને ભાજપ પાસે 3 છે.