Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

જો મોદી ફરી સત્તામાં આવશે તો માની લેજો કે આ છેલ્લી લોકસભાની ચૂંટણી હશેઃ કોંગ્રેસના પ્રભારીનું નિવેદન

Congress in-charge's statement
અમદાવા , બુધવાર, 10 એપ્રિલ 2024 (16:17 IST)
Congress in-charge's statement
ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગ જામ્યો છે. દિલ્હીથી નેતાઓની અવરજવર શરૂ થઈ ગઈ છે. ત્યારે કોંગ્રેસ પ્રભારી અને રાજ્યસભાના સાંસદ મુકુલ વાસનિક આજે ગુજરાતના પ્રવાસે આવ્યાં છે. તેમણે અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય ખાતે બાકી રહેલી બેઠકોના ઉમેદવારો માટે મંથન કર્યું હતું. ત્યાર બાદ વિધાનસભાની પેટાચૂંટણીના ઉમેદવારોની જાહેરાત પણ ઝડપથી કરાશે તેવું જણાવ્યું હતું. મુકુલ વાસનિકે પત્રકારો સમક્ષ કહ્યું હતું કે, જો ભાજપ અને મોદી ફરી સત્તામાં આવશે તો એવું માની લેજો કે આ છેલ્લી લોકસભા ચૂંટણી છે. આ ચૂંટણી બંધારણને બચાવવા માટેની છે. 
 
મોદી ફરી સત્તામાં આવશે તો આ છેલ્લી લોકસભા ચૂંટણી
કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિકે કહ્યું હતું કે, ભાજપના શાસનમાં યુવાનો, મહિલાઓ, ખેડૂતો સાથે અન્યાય થયો છે. દેશમાં ચૂંટણીની જાહેરાત પહેલા જ બદલાવનું વાતાવરણ જોવા મળ્યું છે.10 વર્ષ પહેલાં ગુજરાતના જ એક નેતાએ જવાબદારી સ્વીકારી હતી. સમાજના દરેક વર્ગને લોભામણા વચનો આપ્યા હતા. આજે 10 વર્ષના અંતે વચેનોને પૂર્ણ કરવા કોઇ પ્રમાણીક પ્રયત્ન થયો નથી. યુવાનો, વેપારીઓ, ખેડૂતો અનેમહિલાઓ સાથે અન્યાય થયો છે. અનેક ખેડૂતો આજે પણ આત્મહત્યા કરી રહ્યા છે. સમાજના તમામ વર્ગ વંચિત વર્ગ પરેશાન વર્ગને પડતો મુકવામાં આવ્યો છે. સરકારના ૧૦ વર્ષ અંધકાર, અરાજકતા અન્યાય અને નફરત ફેલાવાઈ રહી છે. જો ફરી મોદી અને ભાજપ સત્તામાં આવશે તો એવું માની લેજો કે આ છેલેલી લોકસભા ચુટંણી હશે. ભારતનું બંધારણ તમામ લોકોને સમાન અધિકાર આપે છે. તેની સામે અનેક મુશ્કેલીઓ છે, બંધારણને બચાવવા માટેની આ ચૂંટણી છે. જો ભાજપ અને મોદી ફરી સત્તામાં આવશે તો એવું માની લેજો કે આ છેલ્લી લોકસભા ચૂંટણી છે 
 
મીડિયા સેન્ટર અને વોર રૂમનું ઉદઘાટન કરવામાં આવ્યું
કોંગ્રેસ પ્રભારી અને સાંસદ મુકુલ વાસનિક દ્વારા અમદાવાદમાં રાજીવ ગાંધી ભવન ખાતે મીડિયા સેન્ટર અને વોર રૂમનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. વોર ફોર ન્યાય ઝોનના 14 જેટલા રૂમોમાં લોકસભા ચૂંટણીની સક્રિય કામગીરી કરવામાં આવશે. 78 જેટલા કાર્યકર્તા-આગેવાનો ચૂંટણીલક્ષી પ્રક્રિયા પર સતત મોનીટરીંગ કરશે.વોરરૂમમાં 26 લોકસભા માટેના કો-ઓર્ડીનેટર નિમવામાં આવ્યાં છે.વોરરૂમના કો-ઓર્ડીનેટરો ચૂંટણી દરમ્યાન રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરશે. લોકસભાના ઉમેદવાર, તેમના ચૂંટણી એજન્ટ સાથે વોરરૂમના કો-ઓર્ડીનેટરો ચૂંટણી પ્રક્રિયા, પ્રચાર-પ્રસાર, જાહેર સભાઓ, પ્રેસકોન્ફરન્સ, મિડિયા સંકલન, સ્ટારપ્રચારક સંકલન, પ્રદેશ-રાષ્ટ્રીય આગેવાનોની રેલીઓ-સભાઓ માટેનું સંકલન, વોરરૂમ, મિડિયા સેન્ટર, કમાન્ડ સેન્ટરથી કરવામાં આવશે. મિડિયા સેન્ટર દ્વારા ચૂંટણી દરમ્યાન વિવિધ ચેનલોમાં પ્રતિનિધિ મોકલવા, પ્રેસનોટ, પ્રેસ કોન્ફરન્સ, જાહેર ચર્ચાઓ માટે પ્રતિનિધિ સંકલન કરવામાં આવશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

લોકસભાની ચૂંટણીના કારણે એપ્રિલના અંતમાં ધો.10-12નું પરિણામ જાહેર કરી દેવાશે