Webdunia - Bharat's app for daily news and videos

Install App

Loksabha Election 2024 News - ક્ષત્રિયોના ભારે વિરોધ વચ્ચે પુરુષોત્તમ રૂપાલાએ ઉમેદવારી ફોર્મ ભર્યું

Webdunia
મંગળવાર, 16 એપ્રિલ 2024 (11:40 IST)
Rupala filled nomination form


- પુરુષોતમ રૂપાલાએ  આજે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું
- રૂપાલાએ બહુમાળી ચોક ખાતે જંગી સભાને સંબોધી 
- રૂપાલાની સાથે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ભરત બોઘરા સહિતનાં પદાધિકારીઓ ઉપસ્થિત 

રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોતમ રૂપાલાએ આજે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું છે. રૂપાલા યાજ્ઞિક રોડ પરના જાગનાથ મંદિરે ભગવાન શંકર સમક્ષ શીશ ઝુકાવી રેલી સ્વરૂપે બહુમાળી ભવન ચોક ખાતે પહોંચ્યા હતા. રૂપાલાએ બહુમાળી ચોક ખાતે જંગી સભાને સંબોધી હતી. રેલી દરમિયાન તેમના સમર્થનમાં હજારો કાર્યકરો ઉમટી પડ્યા હતા. 

પુરુષોત્તમ રૂપાલાની સાથે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ભરત બોઘરા સહિતનાં પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રૂપાલાએ રામ રામ સાથે તેમની સ્પીચ શરુ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, નેતાઓની સાથે ઉદ્યોગપતિઓ તેમજ શાળા સંચાલકો સહિતનાઓનો આભાર વ્યક્ત કરુ છું. ક્ષત્રિય સમાજના સાથ સહકારની જરૂર છે. ભાજપ જે વાયદાઓ કરે છે તે પુરા કરે છે, મોરબીના ગઈકાલના કાર્યક્રમથી ખૂબ જ ખુશ છું. જે આવ્યાં છે તે તો મત આપશે જ, પણ આખા મલકને કહેજો કે ભાજપને મત આપે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 70 વર્ષથી વધુના લોકોને આયુષ્યમાન કાર્ડની જાહેરાત કરી તેના માટે મત આપવો જોઈએ. દેશમાં ભાજપ સરકાર બનશે અને તેના પ્રથમ 100 દિવસમા શું કરવાનું તેનુ પ્લાનિંગ સચિવાલય કરી રહ્યું છે. બધાને 100 ટકા મતદાન કરવાની અપીલ પણ કરી છે.પુરુષોત્તમ રૂપાલા સભા સ્થળે પહોંચ્યા ત્યારે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડીયા, મેયર નયનાબેન પેઢડિયા ઉપસ્થિત હતા. મોહન કુંડારીયા રેલીને બદલે સીધા સભા સ્થળે પહોંચ્યા હતા. પુરુષોત્તમ રૂપાલાની રેલી બહુમાળી ભવન ચોક ખાતે પહોંચી હતી. ઢોલ નગારાના તાલે સંસ્કૃતિની એક ઝલક બતાવવા પુરુષોત્તમ રૂપાલાની રેલી નીકળી હતી. જિલ્લા પંચાયત ચોકથી બહુમાળી ભવન ચોક તરફ નીકળેલી રેલીના બંને તરફના રસ્તાઓ ખીચોખીચ ભરેલા હતા.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Vaishno Devi- વૈષ્ણોદેવી જતા ભક્તો માટે મહત્વના સમાચાર! હવે આ સુવિધાઓ ઉપલબ્ધ રહેશે નહીં

IPL 2025 Mega Auction: ભુવનેશ્વર કુમાર IPLમાં અમીર બન્યો, આ નવી ટીમને મળ્યો સપોર્ટ

IPL 2025 Mega Auction: - CSK માં સેમ કરન પરત ફર્યા, આટલા કરોડ રૂપિયા મળ્યા

25 લાખની લાંચ માંગી, કપડાં ઉતાર્યા… સુસાઈડ નોટમાં મહિલા વેપારીએ ડીએસપી પર ગંભીર આક્ષેપો કર્યા

IPL 2025 Mega Auction-બીજા દિવસે 493 ખેલાડીઓ પર બિડિંગ થશે

આગળનો લેખ
Show comments