Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

લોકસભા ચૂંટણી 2019 - NDA ને રોકવા માટે પરિણામ પહેલા મહાગઠબંધનમાં લાગી કોંગ્રેસ

લોકસભા ચૂંટણી 2019 - NDA ને રોકવા માટે પરિણામ પહેલા મહાગઠબંધનમાં લાગી કોંગ્રેસ
, બુધવાર, 22 મે 2019 (14:23 IST)
લોકસભા ચૂંટણી 2019ના એક્ઝિટ પોલના અનુમાન પછી કોંગ્રેસે એનડીએને સત્તામાં પરત આવતી રોકવાની તૈયારી ઝડપી કરી લીધી છે. એવુ કહેવામાં આવે છે કે કોંગ્રેસે પરિણામ પહેલા જ ગઠબંધનને વધુ મજબૂત કરવા અને રાષ્ટ્રપતિ ચૂંટણીને લઈને પોતાના પાસા ફેકવા શરૂ કરી દીધા છે. કોંગ્રેસનુ માનવુ છ એકે જો એનડીએ બહુમતથી થોડી દૂર રહે છે તો આ પ્રકારની રણનીતિ ખૂબ મદદરૂપ સાબિત થઈ શકે છે. 
 
ચૂંટણી પછી અને પરિણામ પહેલા ગઠબંધનની રણનીતિ પર કોંગ્રેસની ટૉપ લીડરશિપ કામ કરી રહી છે. હાલ આ રણનીતિ પર અન્ય શક્યત ભાગીદારો સાથે ચર્ચા ચાલી રહી છે. સૂત્રોનુ માનવુ છે કે આ પ્રકારની વાતચીતમાં ખુદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, પાર્ટી નેતા અહમદ પટેલ અને જયરામ રમેશ સામેલ છે. 
 
કર્ણાટક ફોર્મૂલાની તૈયારી 
 
સૂત્રોએ જણાવ્યુ કે કોંગ્રેસની ટૉપ લીડરશિપને આ પ્રકારનો પ્લાન સીનિયર વકીલ અને કોંગ્રેસ નેતા અભિષેક મનુ સિંઘવીએ સુઝાવ્યો છે. તેમણે પાર્ટીને જણાવ્યુ કે જે રીતે ક કર્ણાટકમાં ચૂંટણી પછી અને અંતિમ પરિણામના ઠીક પહેલા કોંગ્રેસ અને જેડીએસએ ગઠબંધન કરી બીજેપીને સત્તામાં આવતી રોકી છે ઠીક એ જ રીતે કેન્દ્રમાં પણ આ પ્રયોગ સફળ થઈ શકે છે.  પાર્ટીએ સિંઘવીને આ રણનીતિના કાયદાકીય પહેલુ પર કામ કરવાની જવાબદારી સોંપી છે. 
 
લોકસભા ચૂંટણી પછી યૂપીમાં પેટાચૂંટણીની રેસ 
 
સૂત્રોનુ કહેવુ છે કે આ દિશામાં પહેલુ પગલુ અન્ય દળોને એક સાથે લાવવાનુ અને આગામી 24 કલાકની અંદર પરિણામો દ્વારા પૂર્વ ગઠબંધનનુ એલાન કરવાનુ છે. એવુ કહેવાય રહ્યુ છે કે આ માટે ચર્ચા પહેલા જ શરૂ થઈ ચુકી છે. આ મહેતનનો મકસદ એ છે કે વિપક્ષના દળોની પહેલાથી જ ઘેરાબંદી કરી લેવામા આવે જેથી પરિણામ આવ્યા પછી અન્ય સહયોગીને શોધવા માટે બીજેપીની મુશ્કેલી પડે. 
 
સૂત્રોનુ કહેવુ છે કે જો એનડી બહુમતથી દૂર રહે છે તો આગામી પગલુ એ હશે કે તેઓ સરકાર બનાવવાનો દાવો કરવા સાથે સાથે સર્વસહમતિથી એક નેતાની શોધ કરવામાં આવે. આ બિલકુલ એવો જ ફોર્મૂલા છે જેનાથી કોંગેસ અને જેડીએસે કર્ણાટકમાં બીજેપીને સરકાર બનાવતા રોકી હતી. બીજેપી કર્ણાટકમાં 104 સીટો સાથે સૌથી મોટી પાર્ટીના રૂપમાં ઉભરી હતી.  પણ 9 ધારાસભ્યોની કમીને કારણે સરકાર બનાવવામાં ચુકી ગઈ હતી. 
 
કર્ણાટકના રાજ્યપાલે સૌથી મોટી પાર્ટીના નેતા હોવાને નાતે યેદિયુરપ્પાને મુખ્યમંત્રી પદની શપથ અપાવી પણ વિપક્ષની અરજી પછી સુપ્રીમ કોર્ટે મામલામાં દખલ કરી અને તરત વિશ્વાસ મત કરાવવાનો આદેશ આપ્યો. સુપ્રીમ કોર્ટને કારણે બીજેપીને વધુ સમય ન મળ્યો અને તે સદનમાં બહુમત સાબિત ન કરી શકી. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જાણો ગુજરાતની 26 બેઠકોની મતગણતરી ક્યાં ક્યાં થશે