Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

1988માં મોદીએ વાપર્યો ડિઝિટલ કૈમરા અને Email? સોશિયલ મીડિયા પર ઉઠ્યા સવાલ

1988માં મોદીએ વાપર્યો ડિઝિટલ કૈમરા અને  Email?  સોશિયલ મીડિયા પર ઉઠ્યા સવાલ
, સોમવાર, 13 મે 2019 (15:54 IST)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક ખાનગી ચેનલને આપેલ ઈંટરવ્યુમાં કહ્યુ કે તેમણે 1988માં ડિઝિટલ કેમેરા દ્વારા તસ્વીર ખેંચી ઈમેલ કરી હતી. પીએમ મોદીના આ દાવાથે સોશિયલ મીડિયા હેરાન પરેશાન છે અને દરેક કોઈ આ દાવાની જડ સુધી જવામાં લાગ્યુ છે. 
 
સૌથી પહેલો ઈમેલ ક્યારે કરવામાં આવ્યો હતો ?
 
સૌથી પહેલો ઈમેલ કોણે કર્યો હતો. આવા જ કેટલાક સવાલ છે જે હાલ સોશિયલ મીડિયાની ગલીઓમાં ફરી રહ્યા છે અને દરેક કોઈ તેનો જવાબ માંગી રહ્યુ છે. પ્રધાનમ6ત્રી નરેન્દ્ર મોદીએ એક ખાનગી ચેનલને આપેલ ઈંટરવ્યુમાં કહ્યુ કે તેમને 1988માં ડિઝિટલ કેમેરા દ્વારા તસ્વીર ખેંચીને ઈમેલ કર્યો હતો.  પીએમ મોદીના આ દાવાથી સોશિયલ મીડિયા હેરાન પરેશાન છે અને દરેક કોઈ આ દાવાની જડ સુધી જવામાં લાગ્યુ છે.
 
ફક્ત સોશિયલ મીડિયા યૂઝર્સ જ નહી પણ રાજનીતિક દળ પણ આ મુદ્દા પર ચર્ચા કરી રહ્યા છે. કોંગ્રેસ પાર્ટીના  IT સેલની પ્રમુખ દિવ્યા સ્પંદનાએ પણ પ્રધાનમંત્રીના આ કથન પર ટિપ્પણી કરી છે. દિવ્યા સ્પંદનાએ લખ્યુ કે શુ તમે વિચારી શકો છો કે 1988માં નરેન્દ્ર મોદીની ઈમેલ આઈડી શુ હતી ? મને લાગે છે કે dud@lol.com
 
ઈંટરવ્યુમાં પ્રધાનમંત્રીએ શુ કહ્યુ હતુ ?
 
એક ખાનગી ચેનલને આપેલ ઈંટરવ્યુમાં મોદીએ કહ્યુ કે કદાચ મે પહેલીવાર ડિઝિટલ કૈમરાનો ઉપયોગ કર્યો. 1987-1988માં અને એ સમય ખૂબ ઓછા લોકોની પાસે ઈમેલ રહેતો હતો. મારી ત્યા વિરમગામ તાલુકામાં અડવાણીજીની રેલી હતી મેં ડિઝિટલ કૈમરા પર તેમની ફોટો ખેંચીને દિલ્હીને ટ્રાસમિટ કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 
 
સોશિયલ મીડિયા પર શુ લખી રહ્યા છે લોકો 




Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સાબરકાંઠા લોકસભા ચૂંટણી 2019