Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

લોકસભા ચૂંટણી‘ગુજરાતમાં 16થી વધારે બેઠકો જીતીશું’ જાણો આવું કોંગ્રેસના કયા નેતાઓએ કહ્યું

લોકસભા ચૂંટણી‘ગુજરાતમાં 16થી વધારે બેઠકો જીતીશું’ જાણો આવું કોંગ્રેસના કયા નેતાઓએ કહ્યું
, મંગળવાર, 23 એપ્રિલ 2019 (13:11 IST)
ગુજરાત લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું આજે મતદાન થઈ રહ્યું છે. આજે સવારથી જ મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે મતદારો 26 બેઠક પરના ઉમેદવારનું ભાવી ઘડશે ત્યારે કોંગ્રેસના નેતા અને આણંદ લોકસભાના ઉમેદવાર ભરતસિંહ સોલંકીએ આશા વ્યક્ત કરી હતી કે ચૂંટણીમાં તેઓ 16 જેટલી બેઠકો જીતશે. આ પ્રસંગે અમિત ચાવડાએ બોરસદમાં તો ભરતસિંહ સોલંકીએ આણંદમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મતદાન બાદ બંને નેતાઓએ આશા વ્યક્ત કરી હતી કે આ ચૂંટણીમાં તેઓ 16 કરતાં વધારે બેઠકો જીતશે.લોકસભાની ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસને ગુજરાતભરમાં વ્યાપક જનસમર્થન સાંપડયુ છે તેવો ઉલ્લેખ કરી કોંગ્રેસ પ્રદેશ પ્રભારી રાજીવ સાતવે એવો દાવો કર્યો હતોકે, કોંગ્રેસ ગુજરાતમાં ૨૬માંથી ૧૫થી વધુ બેઠકો પર જીત હાંસલ કરશે . ગુજરાતમાં જનતા હવે પરિવર્તન ઇચ્છે છે. ભાજપ સરકારના ખોટા વાયદા-વચનોથી જ નહીં, સરકારની નિષ્ફળતાને લીધે ગુજરાતની જનતા નાખુશ છે.કોંગ્રેસ પ્રદેશ પ્રભારી રાજીવ સાતવે ભાજપ સરકાર પર નિશાન સાધી જણાવ્યુ ક, મોંઘવારીએ માઝા મૂકી છે.આમજનતા માટે જીવન જીવવુ દોહ્યલુ બન્યુ છે.શિક્ષિત યુવાનો નોકરી-રોજગારી માટે ફાંફા મારી રહ્યાં છે. ખેડૂતો આત્મહત્યા કરવા મજબુર બન્યાં છે.પાંચ વર્ષના શાસનમાં ભાજપે પ્રજાલક્ષી કાર્યો જ કર્યાં નથી. હવે જનતાએ ભાજપને સત્તા પરથી દૂર કરવા મનોમન નક્કી કરી લીધુ છે જે અમને ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યુ છે.કોંગ્રેસે પ્રજાલક્ષી વાતો સાથે હકારાત્મક મુદ્દા સાથે ચૂંટણી પ્રચાર કર્યુ જયારે ભાજપે હલકી ભાષાનો ઉપયોગ કરી નકારાત્મક મુદ્દાઓ સાથે ચૂંટણી પ્રચાર કર્યો છે તેવો આક્ષેપ કરતાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યુંકે, કોંગ્રેસે મુદ્દા આધારિત ચૂંટણી ઢંઢેરાની વાતો લોકો સમક્ષ મૂકી હતી. કોંગ્રેસને રાજ્યમાંથી જનસમર્થન સાંપડયુ છે. લોકોમાં ભાજપ વિરુધ્ધ આક્રોશ છે.ભાજપ પાસે ચૂંટણી માટે મુદ્દાઓ જ નથી એટલે જ તે અન્ય મુદ્દા ઉઠાવી પ્રજાને ગેરમાર્ગ દોરે છે.ભાજપના શાસનની નિષ્ફળતાથી પ્રજા હવે કંટાળી ચૂકી છે.તો બીજી તરફ કોંગ્રેસમાંથી છૂટા પડેલા અને રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે કહ્યું હતું કે, ઈમાનદાર સરકાર રચવા માટે મતદાન કરવામાં આવે. અલ્પેશે જણાવ્યું હતું કે, આજે હિટવેવની આગાહી છે પરંતુ તેની વચ્ચે બહાર નીકળી મતદાન કરજો. અને દેશમાં ઈમાનદાર અને વિકાસ કરે તેવી વિકાસશીલ સરકાર ચૂંટજો.
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મત આપીને રવાના થતા મોદીએ અમિત શાહ સાથે શું ચર્ચાઓ કરી?