ગુજરાતમાં કોંગ્રેસના અનેક ઉમેદવારોએ લોકસભા ચૂંટણીમાં હારી જવાના ભયથી પાર્ટી ફંડમાંથી મળેલા પૈસાનો ખર્ચ કર્યો નથી. તેની જાણ ત્યારે થઈ જ્યારે આ લોકેઓ ચૂંટણી પંચ સમક્ષ પોતાના ખર્ચની વિગત રજુ કરી. હવે પાર્ટીએ ઉમેદવારો પાસેથી હિસાબ લેવો શરૂ કરી દીધો છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતની અમદાવાદ પૂર્વ, પશ્ચિમ, ગાંધીનગર, વડોદરા, સૂરત, નવસારી, ખેડા સહિત દસમાં&થી બાર લોકસભા સીટો એવી છે જ્યા કોંગ્રેસના જીતવાની આશા નથી. કોંગ્રેસ પ્રવક્તાએ જણાવ્યુ કે પાર્ટીએ પોતાના ઉમેદવારોના ખાતામાં ચૂંટણી લડવા માટે 70-70 લાખ રૂપિયા જમા કરાવ્યા હતા.
ચૂંટણી પંચને આપીલી માહિતી મુજબ કેટલાક ઉમેદવારોએ તેનો ખર્ચ કર્યો છે. આવામાં તેમને પાર્ટીને હિસાબ આપવો પડશે. પ્રવક્તાનુ કહેવુ છે કે પાર્ટીને પણ ચૂંટણી પંચને હિસાબ આપવાનો હોય છે. જો ઉમેદવાર ખુદ પંચ સમક્ષ ઓછો ખર્ચ બતાવે છે તો બાકી રકમ પાર્ટીને પરત કરવી પડશે.