Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

લોકસભાની ચૂંટણી 2019-અણછાજતા શબ્દ વાપરવા બદલ ભાજપના પ્રચારક મનોજ જોશી અને પરેશ રાવલ સામે કોંગ્રેસે કરી ફરિયાદ

લોકસભાની ચૂંટણી 2019-અણછાજતા શબ્દ વાપરવા બદલ ભાજપના પ્રચારક મનોજ જોશી અને પરેશ રાવલ સામે કોંગ્રેસે કરી ફરિયાદ
, મંગળવાર, 23 એપ્રિલ 2019 (10:57 IST)
લોકસભાની ચૂંટણી પ્રચાર સમયે ભાજપે પોતાના પ્રચાર માટે અભિનેતા મનોજ જોશી અને પરેશ રાવલને મેદાનમાં ઉતર્યા હતા. જોકે, બંને અભિનેતાઓએ ચૂંટણી પ્રચાર સમયે કરેલા ભાષણને લઇને કોંગ્રેસે તેમની સામે ફરિયાદ નોંધાવી છે. પરેશ રાવલે કોંગ્રેસના નેતાઓને અભદ્ર શબ્દોનો પ્રયોગ કર્યો હતો જ્યારે મનોજ જોશીએ રાહુલ ગાંધી વડાપ્રધાન નહીં પરંતુ કોર્પોરેટર બનવાને લાયક નથી એવું પ્રચારમાં નિવેદન આપ્યું હતું.  સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રવક્તા કિરણ કે રાયકાના લેટર પેડ ઉપર મુખ્ય ચૂંટમી કમિશ્નર સુરતને આપવામાં આવેલી લેખિત ફરિયાદ પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના સાંસદ પરેશ રાવલે તા. 20-4-2019ના રોજ સુરત શહેરની એક જાહેરસભામાં રાષ્ટ્રીય કોંગ્રેસ અને તેમના કાર્યકર્તાઓ વિરુદ્ધ આચાર સંહિતાનો ભંગ થાયે તેવા શબ્દો ઉચારેલા તથા જે લોકો 15 લાખની વાત કરે છે તેને જોડું મારજો અને જોડું પાછુ પહેરતા નહીં કેમ કે ગંદું થઇ ગયું હશે. આમ ચૂંટણી દરમિયાન આચાર સંહિતા ચાલતી હોવાથી જવાબદાર સાંસદ તરીકે પોતાના હોદ્દાની મર્યાદા પણ ન જાળવી અને જે શબ્દોનો પ્રયોગ કરેલો છે તેનાથી સમાજમાં અરાજકતા ફેલાઇ શકે તેમ છે. જેથી ચૂંટણી સમયે આચાર સંહિતા ભંગની કાર્યવાહી કરવા નમ્ર અરજ હોવાનું અરજીમાં જણાવ્યું હતું. આ ઉપરાંત મનોજ જોશી સામે થયેલી લેખિત ફરિયાદમાં જણાવ્યું હતું કે, એક્ટર મનોજ જોશી ગત 19-4-2019ના રોજ સુરત શહેરમાં ભારતીય જનતા પાર્ટીનાએક કાર્યક્રમમાં આવ્યા હતા અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી વિશે આપતિજનક વાણીવિલાસ કરતા કહ્યું હતું કે, રાહુલ ગાંધી પ્રધાનમંત્રી તો શું પણ કોર્પોરેટર બનવા લાયક નથી. આચાર સંહિતા લાગુ હોવાથી આવા શબ્દ ઉચ્ચારણથી અરાજકતા ફેલાઇ શકે તેમ હોવાથી આચાર સંહિતાનો ભંગ થયો છે જેથી તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે એવી અરજી કરવાાં આવી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

લોકસભા ચૂંટણી live : ગુજરાતમાં અત્યાર સુધી 13.46 ટકા મતદાન, જાણો ક્યા કેટલુ મતદાન