Festival Posters

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

લતા મંગેશકરનું જ્યારે અમદાવાદમાં સન્માન કરાયું, જુઓ કેટલીક દુર્લભ તસવીરોમાં તેમનું જીવન

લતા મંગેશકર
, સોમવાર, 7 ફેબ્રુઆરી 2022 (08:21 IST)
લતા મંગેશકરનું 92 વર્ષની વયે નિધન થયું છે. સ્વરસામ્રાજ્ઞી લતા મંગેશકરને તેમના જીવનમાં અનેક સિદ્ધિઓ મળી અને અઢળક સન્માન મળ્યું. તેમના દરેક ક્ષેત્રે પ્રશંસકો રહ્યા છે. અહીં જુઓ તેમના જીવનની કેટલીક દુર્લભ તસવીરો
 
1971માં લતા મંગેશકર અમદાવાદમાં

લતા મંગેશકરને 1971માં અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા સન્માનિત કરવામાં આવ્યાં હતાં. અમદાવાદના મેયર નરોત્તમ ઝવેરીએ તેમને સન્માનિત કર્યા હતાં.
લતા મંગેશકર
sukhdev kalpit
 
 
1971માં જ્યારે લતા મંગેશકરને સન્માનિત કરવામાં આવ્યાં ત્યારે લતાજી સાથે તેમના નાના ભાઈ હૃદયનાથ મંગેશકર પણ અમદાવાદ આવ્યા હતા.
લતા મંગેશકર
twitter
લતા મંગેશકર પૂર્વ વડાં પ્રધાન ઇન્દિરા ગાંધી સાથે
 
માતાપિતા સાથે લતા
લતા મંગેશકર
ઇમેજ સ્રોત,NIYOGI BOOKS
બાળપણમાં પિતાના અવસાન પછી લતા મંગેશકરે નાના રોલમાં અભિનય કરીને પરિવારનું ગુજરાન ચલાવ્યું પરંતુ તેમને મેકઅપ, ઍક્ટિંગ, આ બધું બિલ્કુલ પસંદ નહોતું. તેમને બસ ગાયિકા બનવું હતું
 
આ દરમિયાન તેમના જીવનમાં સંગીત નિર્દેશક ઉસ્તાદ ગુલામ હૈદર આવ્યા. તેમણે લતાજીનો અવાજ સાંભળ્યો તો ફિલ્મ નિર્દેશકો પાસે લઈ ગયા ત્યારે તેમનો પાતળો અવાજ નાપંસદ કરવામાં આવ્યો હતો
 
લતા મંગશકરે કહ્યું હતું કે, "ગુલામ હૈદરે તેમને કહ્યું હતું કે એક દિવસ તું બહુ મોટી કલાકાર બનીશ અને જે લોકો તને આજે નકારી રહ્યા છે તેઓ તારી પાછળ આવશે."
 
જવારલાલ નહેરુ સાથે
લતા મંગેશકર
ભારતના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરુ લતાજીના ગીત 'એ મેરે વતન કે લોગો' સાંભળીને ભાવુક થઈ ગયા હતા
 
પંડિત દીનાનાથ મંગેશકરનો સંબંધ પણ સંગીત સાથે હતો અને તેમણે પોતાની પુત્રી લતામાં ગાયનની પ્રતિભા ખૂબ નાની ઉંમરે જ ઓળખી કાઢી હતી.
લતા મંગેશકર
pti
લતાજીને ફિલ્મોનું સૌથી મોટું સન્માન દાદા સાહેબ ફાળકે પુરસ્કાર 1989માં અને ભારતનું સર્વોચ્ચ નાગરિક સન્માન ભારતરત્નથી 2002માં નવાજવામાં આવ્યાં હતાં.
 
લતા મંગેશકર અને સુનીલ ગાવસ્કર
લતા મંગેશકર
twitter
લતા મંગેશકર ક્રિકેટનાં ફૅન હતાં. 1946માં બ્રેબૉર્ન સ્ટેડિયમમાં ભારત અને ઑસ્ટ્રેલિયાની ટેસ્ટ મૅચ જોઈને તેઓ ક્રિકેટના પ્રશંસક બની ગયાં હતાં. તેઓ ઇંગ્લૅન્ડમાં ઓવલ સ્ટેડિયમમાં પાકિસ્તાન અને ઇંગ્લૅન્ડની ટેસ્ટ મૅચ જોવાં ગયાં હતાં
લતા મંગેશકર
twitter
લતાજી બાલ ગંધર્વ સાથે. 0 બંને પરિવારો વચ્ચે દીનાનાથ મંગેશકરના સમયથી ગાઢ સંબંધ હતો

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

લતા મંગેશકરનું નિધન : જ્યારે ગુજરાતી ફિલ્મના ગીત માટે લતાજીએ મહેનતાણું ઓછું લીધું