ધ્રુવ તારો એક નાનો બાળક હતો ત્યારથી જ તપસ્યા કરીને એણે ભગવાનના ખોળામાં સ્થાન મેળવ્યું અને અમર થઈ ગયો.
રાજા ઉતાંનપદ બ્રહ્માજીના પુત્ર મનુના પુત્ર હતા. એમના લગ્ન એક ખૂબ જ સુંદર કન્યા સાથે થયું જેનું નામ સુનીતિ હતું. રાજા એની પત્નીને ખૂબ પ્રેમ કરતા હતા પણ એને કોઈ સંતાન ન હતી આથી રાણીએ રાજાને બીજું લગ્ન કરવા કહ્યું . રાજા પોતાની પત્નીને ખૂબ પ્રેમ કરતા હતા એટલે એને ના પાડી દીધી અને કહ્યું કે મારી બીજી પત્ની આવવાથી તારુ સન્માન ઓછું થઈ જશે. જેના પર સુનીતિએ કહ્યું મને તમારા પર પૂરો વિશ્વાસ છે એવું નહી થાય. રાજાને સુનીતિની જીદ માનવી પડી અને બીજા લગ્ન કરી લીધા. એમની બીજી પત્નીનો નામ સુરૂચિ હતું. લગ્ન પછી સુરૂચિ મહેલમાં આવી ત્યાં એને રાજાની પહેલી પત્ની વિશે ખબર પડી. આ જાણ્યા પછી સુરૂચિએ ઉત્તાનપાદને કહ્યું- જ્યારે તમારી પહેલી પત્ની વનમાં જશે, ત્યારે જ હું મહેલમાં પ્રવેશ કરીશ. આ સાંભળી સુનીતિ પોતે જ રાજ મહલ ત્યાગીને વનમાં રહેવા ચાલી ગઈ. થોડા સમય પછી રાજા શિકાર માટે વનમાં ગયા અને ઘાયલ થઈ જાય છે. આ વાત જ્યારે સુનીતિને ખબર પડે છે તો એ રાજાને પોતાની કુટિરમાં લાવીને ઉપચાર કરે છે રાજા ઘણા દિવસો સુધી એની પહેલી પત્ની સથે જ રહે છે. આ સમયે સુનીતિ ગર્ભવતી થઈ જાય છે. અને એને પુત્ર રત્નની પ્રાપ્તિ થાય છે. જેનુ નામ ધ્રુવ રખાય છે. જેના વિશે રાજાને ખબર ન હતી.
થોડા દિવસો પછી રાજા એમના મહેલમાં જાય છે. ત્યાં પણ રાની સુરૂચિને પુત્ર રત્નની પ્રાપ્તિ થાય છે જેનું નામ ઉત્તમ રખાય છે. થોડા સમય પછી રાજા ઉત્તાનપાદને ધ્રુવ વિશે ખબર પડતા એ રાની સુનીતિને મહલમાં આવવાનો આગ્રહ કરે છે પણ એ નથી આવતી. ધ્રુવને ક્યારે-ક્યારે મહલમાં મોકલી દેતી હતી. આ બધુ જોઈ રાની સુરૂચિને ધ્રુવની ઈર્ષા થવા લાગી. એક દિવસ ધ્રુવ એમના પિતા ઉત્તાનપાદના ખોળામાં બેસ્યો હતો. આ જોઈ રાની સરૂચિને ક્રોધ આવી જાય છે અને એ એને ધક્કો આપીને અપશબ્દ કહે છે અને એને ત્યજી દીધેલી સ્ત્રીનો પુત્ર કહીને અપમાનિત કરે છે.
નાનકડો ધ્રુવ કુટિરમાં આવીને આખો ઘટનાક્રમ માતાને સંભળાવે છે. ત્યારે માતા સુનીતિ એને સમજાવે છે કે દીકરાને ખરાબ કહે તો એના બદલામાં એણે પણ સામેવાળાને ખરાબ કે ખોટું ન કહેવુ જોઈએ. એનાથી તમને પણ હાનિ થશે. જો તમે પિતાના ખોળામાં સન્માનપૂર્વક બેસવા ઈચ્છો છો તો ભગવાન વિષ્ણુની ઉપાસના કરો એ જગત પિતા છે. જો બેસવું છે તો એમના ખોળામાં બેસો.
બાળક ધ્રુવના મનમાં આ વાત બેસી જાય છે અને એ આ ભાવ લઈને યમુના તટ પર નહાવા જાય છે. ત્યાં એની મનોદશા જાની નારદ મુનિ આવે છે અને એ ધ્રુવને ભગવાનની ભક્તિની વિધિ જણાવે છે જેને જાણ્યા પછી ધ્રુવ કઠોર તપસ્યા કરે છે તો કયારે એક આંગળી પર ઉભા રહે. નિરંતર ૐ નમો વાસુદેવાયના જાપ આખા બ્રહ્માંંડમાં ગૂંજવા લાગે છે. નાનકડા બાળકની તપસ્યા જોઈ ભગવાન એને દર્શન આપે છે. બાળક ધ્રુવ ભાવ-વિભોર થઈ કહે છે મારી માતા મને પિતાના ખોળામાં બેસવા નથી દેતી. મારી માતા કહે છે કે તમે સૃષ્ટિના પિતા છો આથી. મને તમારા ખોળામાં બેસવું છે. ભગવાન એની ઈચ્છા પૂરી કરે છે અને એને તારો બનવાનું આશીર્વાદ આપે છે જે સપ્તઋષિયોથી પણ વધારે શ્રેષ્ઠ છે. તે દિવસથી આજ સુધી આકાશમાં ઉત્તર દિશાની તરફ ધ્રુવ તારો ચમકી રહ્યો છે.