Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતી જોક્સ - હોમવર્ક ન કરવાનું બહાનું

1000 jokes
શિક્ષક: પપ્પુ, તેં આજે હોમવર્ક કેમ નથી કર્યું?
 
પપ્પુ: સાહેબ, કાલે રાત્રે અમારા ઘરે લાઈટ જતી રહી હતી.
 
શિક્ષક: તો મીણબત્તી સળગાવી લેવાય ને?
 
પપ્પુ: સાહેબ, મીણબત્તી સળગાવવા માટે માચીસ નહોતી મળતી.
 
શિક્ષક: કેમ, માચીસ ક્યાં ગઈ હતી?
 
પપ્પુ: સાહેબ, એ તો પૂજા ઘરમાં પડી હતી.
 
શિક્ષક: તો પૂજા ઘરમાંથી લઈ લેવાય ને!
 
પપ્પુ: પણ સાહેબ, હું નહાયા વગર પૂજા ઘરમાં કેવી રીતે જાઉં?
 
શિક્ષક (માથું કૂટતા): અરે ભગવાન! તો પછી નહાયો કેમ નહીં?
 
પપ્પુ: સાહેબ, લાઈટ નહોતી એટલે મોટર ચાલુ ન થઈ અને પાણી જ ન આવ્યું


Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી જોક્સ - . ચિંતા જેવું કાંઈ નથી