PM Modi On The Kerala Story: બજરંગ દળ પર પ્રતિબંધ લગાવવાના કોંગ્રેસના ઘોષણાપત્રના વચનને લઈને પીએમ મોદી સતત હુમલો કરી રહ્યા છે. તેમણે શુક્રવારે બલ્લારીમાં એક જનસભાને સંબોધિત કરતા કહ્યુ કે કોગ્રેસના ઘોષણાપત્રમાં ઢગલો ખોટા વચન આપ્યા છે. કોંગ્રેસનો ઢંઢેરો મતલબ તાળાબંદી અને તૃષ્ટિકરણનુ બંડલ છે. હવે તો કોંગ્રેસની હાલત એટલી ખરાબ છે કે તેમના પગ ધ્રુજી રહ્યા છે અને તેથી કોંગ્રેસને મારા જય બજરંગબલી બોલવા પર આપત્તિ થવા માંડી છે. પીએમ મોદીએ ફિલ્મ ધ કેરલા સ્ટોરીનો પણ ઉલ્લેખ કર્યો.
તેમણે કહ્યુ કે હુ એ જોઈને હેરાન છુ કે અમારી વોટ બેંક માટે કોંગ્રેસે આતંકવાદ સામે ઘુંટણિયે આવી ગયુ છે. આવી પાર્ટી શુ ક્યારેય પણ કર્ણાટકની રક્ષા કરી શકે છે ? આતંકના વાતાવરણમાં અહી ઉદ્યોગ, આઈટી ઈંડસ્ટ્રી, ખેતી, અને ગૌરવમયી સંસ્કૃતિ બધુ તબાહ થઈ જશે. છેલ્લા કેટલાક વર્ષોમાં આતંકવાદનુ એક વધુ ભયાનક સ્વરૂપ ઉભુ થઈ ગયુ છે. બોમ્બ, બંદૂક અને પિસ્તોલની અવાજ પણ સંભળાય છે. પરંતુ સમાજ ને અંદરથી ખોખલુ કરવાના આતંકી ષડયંત્રનો કોઈ અવાજ હોતો નથી.
ધ કેરલા સ્ટોરીને લઈને સાધ્યુ નિશાન
પ્રધાનમંત્રીએ કહ્યુ કે આવા જ આતંકી ષડયંત્ર પર બનેલી ફિલ્મ ધ કેરલા સ્ટોરીની વર્તમાન દિવસોમાં ખૂબ ચર્ચા છે. કેરલા સ્ટોરી ફક્ત એક રાજ્યમાં થયેલ આતંકી ષડયંત્ર પર આધારિત છે. દેશનુ આટલુ સુંદર રાજ્ય, જ્યાના લોકો આટલા પરિશ્રમી અને પ્રતિભાશાળી હોય છે. એ કેરલામાં ચાલી રહેલ આતંકી ષડયંત્રનો ખુલાસો આ ફિલ્મમાં કરવામાં આવ્યો છે. આ સિનેમાનો પણ કોંગ્રેસે વિરોધ કર્યો. એટલુ જ નહી આવી આતંકી પ્રવૃત્તિવાળા સાથે કોંગ્રેસ પાછળના દરવાજાથી રાજનીતિક સોદાબાજી પણ કરી રહી છે.
કોગ્રેસના પેટમાં દુખવા માંડે છે
પીએમ મોદીએ કહ્યું કે ગઈ કાલે અહીં આટલા વરસાદ પછી આટલી બધી મુશ્કેલીઓ હતી, તેમ છતાં આ ભીડ ભાજપને આશિર્વાદ આપવા આવી છે. તે દર્શાવે છે કે ચૂંટણીના પરિણામો શું છે. કર્ણાટકને દેશનું નંબર વન રાજ્ય બનાવવા માટે સુરક્ષા વ્યવસ્થા, કાયદો અને વ્યવસ્થા સૌથી મહત્વની જરૂરિયાત છે. કર્ણાટક માટે આતંકવાદ મુક્ત રહે તે પણ એટલું જ જરૂરી છે. ભાજપ હંમેશા આતંકવાદ સામે કડક રહ્યું છે. જ્યારે પણ આતંકવાદ પર કાર્યવાહી થાય છે ત્યારે કોંગ્રેસના પેટમાં દુખવા લાગે છે.
પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીનો કર્યો ઉલ્લેખ
પ્રધાનમંત્રીએ કહ્યુ કે યેદિયુરપ્પા અને બોમ્મઈજીના નેતૃત્વમાં ડબલ એંજિન સરકારને ફક્ત સાઢા ત્રણ વર્ષ સેવાની તક મળી છે. જ્યારે અહી કોંગ્રેસની સરકાર હતી ત્યારે તેણે કર્ણાટકના વિકાસને બદલે ભ્રષ્ટાચારને જ પ્રાથમિકતા આપી. તેનુ કારણ શુ હતુ ? તેમે લ્જિદ તેમના પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીએ બતાવ્યુ હતુ કે જો તેમની સરકાર દિલ્હીથી 100 પૈસા મોકલે છે તો 15 પૈસા જ ગરીબ સુધી પહોચે છે. એક રીતે તેમણે પોતે જ માની લીધુ હતુ કે કોંગ્રેસ 85% કમીશનવાળી છે.
"સુદાનમાં ફસાયેલા ભાઈ-બહેનોને બચાવ્યા"
કોંગ્રેસ પર પ્રહારો ચાલુ રાખતા PM એ કહ્યું કે હવે સુદાનમાં ગૃહ યુદ્ધની સ્થિતિ છે, ક્યાંકથી ગોળીબાર થતો હતો અને ક્યાંકથી બોમ્બ ફૂટતા હતા. ઘરની બહાર નીકળવું મુશ્કેલ હતું. આપણા હજારો ભારતીય ભાઈઓ અને બહેનો સુદાનમાં અટવાયા હતા અને કર્ણાટકના આપણા સેંકડો ભાઈઓ અને બહેનો પણ ત્યાં હતા. સુદાનની સ્થિતિ એવી છે કે મોટા દેશોએ પણ ત્યાંથી પોતાના નાગરિકોને બહાર કાઢવાની ના પાડી દીધી હતી. આ હોવા છતાં, અમે અમારી આખી એરફોર્સ તૈનાત કરી, નેવીને ઊભી કરી દીધી.
કોંગ્રેસ પર લગાવ્યો આરોપ
તેમણે કહ્યું કે માતા કાવેરીના આશીર્વાદથી અમે ઓપરેશન કાવેરી કર્યું અને અમારા ભારતીય ભાઈ-બહેનોને પાછા લાવ્યા. કોંગ્રેસે આવા મુશ્કેલ સમયમાં દેશને સાથ આપ્યો નથી. કોંગ્રેસે જાણીજોઈને સુદાનમાં ફસાયેલા ભારતીયોને ત્યાંના બદમાશો સામે ખુલ્લા પાડ્યા. શું આ છે કોંગ્રેસની દેશના નાગરિકો પ્રત્યેની સંવેદનશીલતા?