Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Best Day To Buy Clothes: કયા દિવસે દિવસે કપડાની ખરીદી કરવી જોઈએ ? ખરીદતા અને પહેરતા પહેલા જાણો જ્યોતિષ નિયમ

Best Day To Buy Clothes
Nava Kapda kaya Divse Kharidva Joiye:દરેક વ્યક્તિને નવા કપડાં પહેરવાનું ગમે છે. લોકો ખાસ કરીને તહેવારો, લગ્નો અથવા અન્ય શુભ પ્રસંગો દરમિયાન નવા કપડાં ખરીદે છે. જ્યોતિષ શાસ્ત્ર ફક્ત શુભ પ્રસંગો માટે જ નહીં, પણ નવા કપડાં ખરીદવા અને પહેરવા માટે પણ ચોક્કસ દિવસો સૂચવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, યોગ્ય દિવસે ખરીદેલા અને પહેરેલા કપડાં વ્યક્તિના જીવનમાં સકારાત્મકતા લાવે છે. નવા કપડાં ખરીદતા પહેલા અથવા પહેરતા પહેલા, જ્યોતિષીય નિયમોને સારી રીતે સમજો.

જીવન પર કપડાંનો પ્રભાવ

હિન્દુ માન્યતાઓમાં, કપડાંને ફક્ત પહેરવેશનો એક ભાગ માનવામાં આવતો નથી, પરંતુ તે વ્યક્તિની ઉર્જા અને વ્યક્તિત્વ સાથે પણ જોડાયેલા હોય છે. આ જ કારણ છે કે શુભ પ્રસંગો અને તહેવારો પર નવા કપડાં પહેરવાની  પરંપરા છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, યોગ્ય દિવસે ખરીદેલા કપડાં વ્યક્તિના આત્મવિશ્વાસ અને નસીબને મજબૂત બનાવે છે.
 

નવા કપડાં ખરીદવા માટે શુભ દિવસો

જ્યોતિષ બુધવાર, ગુરુવાર અને શુક્રવારને નવા કપડાં ખરીદવા માટે શુભ માને છે. એવું માનવામાં આવે છે કે આ દિવસોમાં ખરીદેલા કપડાં લાંબા સમય સુધી ટકી રહે છે અને જીવનમાં સારુ નસીબ લાવે છે. આમાંથી, શુક્રવારને શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે. આ દિવસે ખરીદેલા કપડાં સુખ, સમૃદ્ધિ અને સંપત્તિમાં વધારો કરે છે.
 

કયા દિવસો દરમિયાન ખરીદવાથી બચવુ જોઈએ  

ધાર્મિક માન્યતાઓ અનુસાર, મંગળવાર, શનિવાર અને રવિવારે નવા કપડાં ખરીદવાને અશુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે આ દિવસોમાં ખરીદી કરવાથી નકારાત્મક અસર પડે છે. ખાસ કરીને, શનિવારે ખરીદેલા કપડાં માનસિક તણાવ અને અવરોધો પેદા કરી શકે છે.
 

નવા કપડાં પહેરવા માટે શુભ દિવસો

ALSO READ: Vishnu Sahastra Naam- વિષ્ણુ સહસ્ત્ર નામ
શુકન શાસ્ત્ર  અનુસાર, બુધવાર, ગુરુવાર અને શુક્રવાર નવા કપડાં પહેરવા માટે શ્રેષ્ઠ દિવસો માનવામાં આવે છે. આ દિવસોમાં નવા કપડાં પહેરવાથી સકારાત્મક ઉર્જા અને આત્મવિશ્વાસ વધે છે. જો જરૂરી હોય તો, રવિવારે પણ નવા કપડાં પહેરી શકાય છે, પરંતુ તેને શુભ માનવામાં આવતા નથી.
 

કયા દિવસે પહેરવાથી શું અસર પડે છે?

 
એવું માનવામાં આવે છે કે મંગળવારે નવા કપડાં પહેરવાથી વ્યક્તિમાં ગુસ્સો વધી શકે છે. જ્યારે રવિવારે નવા કપડાં પહેરવાથી બીમારી અને તણાવ વધી શકે છે. શનિવારે નવા કપડાં પહેરવા પણ અશુભ માનવામાં આવે છે, કારણ કે તેનાથી માન-સન્માનમાં ઘટાડો અને સમસ્યાઓ થઈ શકે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

18 મે નું રાશિફળ - આજે આ રાશિઓના લોકોનું ભાગ્ય ચમકશે, ખુલશે ભાગ્યના બંધ દરવાજા