Publish Date: Mon, 20 Apr 2026 (16:27 IST)
Updated Date: Mon, 20 Apr 2026 (16:58 IST)
Ketu Gochar 2026: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, છાયા ગ્રહ અને મુક્તિનો કારક ગણાતો કેતુ આજે, સોમવાર, 20 એપ્રિલ, 2026 ના રોજ એક મોટો નક્ષત્ર પરિવર્તનમાંથી પસાર થવા જઈ રહ્યો છે. બપોરે લગભગ 1:40 વાગ્યે, કેતુ પોતાના માઘ નક્ષત્રમાં પ્રવેશ કરશે, જ્યાં તે 25 નવેમ્બર સુધી રહેશે. આ પરિવર્તન આ ચાર રાશિના લોકો માટે ખાસ કરીને ફાયદાકારક સાબિત થશે. તેમને કારકિર્દીમાં નોંધપાત્ર લાભ અને આવકમાં મોટો વધારો થશે. લાંબા સમયથી અટકેલા કાર્યો શરૂ થશે. ચાલો જાણીએ કે આ ગોચર કઈ રાશિના લોકોની આવકમાં વધારો કરશે.
કંઈ રાશિઓ માટે આ ગોચર રહેશે લાભકારી
વૃષભ રાશિ - વૃષભ રાશિના જાતકો માટે કેતુનુ નક્ષત્ર પરિવર્તન ખૂબ લાભદાયક સાબિત થશે. કરિયરમાં ખૂબ તરક્કી મળશે. છપ્પર ફાડીને ધનનો લાભ મળશે. કમાણીમાં બંપર ઉછાળો આવશે. અનેક માઘ્યમોથી ધનની પ્રાપ્તિ થવાના યોગ બની રહ્યા છે. બિઝનેસમાં પણ તમે ખૂબ પૈસા કમાવવામાં સફળ થશો.
કર્ક રાશિ: કર્ક રાશિના જાતકો માટે આ ગોચર ખૂબ જ શુભ સાબિત થશે. બિઝનેસમાં મોટો લાભ અને વિદેશથી ધન પ્રાપ્તિના સંકેત છે. તમારું મકાન કે વાહન ખરીદવાનું સપનું પૂરું થઈ શકે છે. કાર્યસ્થળ પર તમારા કામની પ્રશંસા થશે અને રોકાણ માટે આ સમય ઉત્તમ છે.
સિંહ રાશિ: સિંહ રાશિના જાતકોની આર્થિક સ્થિતિમાં મોટો સુધારો જોવા મળશે. નવી નોકરી મળવાની પ્રબળ શક્યતા છે. જૂના રોકાણથી ફાયદો થશે અને પિતૃક સંપત્તિ દ્વારા પણ આર્થિક લાભ મળી શકે છે.
કુંભ રાશિ: કુંભ રાશિના જાતકો માટે આ પરિવર્તન અત્યંત સકારાત્મક રહેશે. નસીબનો પૂરો સાથ મળશે અને જૂના દેવામાંથી મુક્તિ મળી શકે છે. કમાણીના સાધનોમાં વધારો થશે અને વેપારીઓ માટે આ સમય સુવર્ણ સાબિત થશે.
શા માટે ખાસ છે આ ગોચર?
કેતુ આજે પોતાના જ નક્ષત્ર 'મઘા' માં પ્રવેશ કરી રહ્યો છે. મઘા નક્ષત્ર રાજવી ઠાઠ, અધિકાર અને પિતૃઓનું પ્રતીક માનવામાં આવે છે, તેથી આ સમયગાળા દરમિયાન ઘણા લોકોને પૂર્વજોના આશીર્વાદ અને ભાગ્યનો સાથ મળશે. કેતુને રહસ્યમય અને આધ્યાત્મિક ગ્રહ માનવામાં આવે છે, જે અચાનક આવતા પરિવર્તન અને કર્મોના ફળ સાથે જોડાયેલ છે. આ ગોચર લાંબા સમય સુધી પ્રભાવશાળી રહેશે.
ક્યારે અને કેવી રીતે થશે રાશિ પરિવર્તન
જ્યોતિષ મુજબ આજે કેતુ પોતાના જ નક્ષત્ર મઘામાં પ્રવેશ કરશે. આ પરિવર્તન લાંબા સમય સુધી પ્રભાવ નાખનારો માનવામાં આવી રહ્યો છે. કેતુને રહસ્યમય અને આધ્યાત્મિક ગ્રહ માનવામાં આવે છે જે અચાનક ફેરફાર અને કર્મના ફળ સાથે જોડાયેલો હોય છે.