Surya Grahan 2024 and Horoscope - વર્ષ 2024 નુ અંતિમ સૂર્ય ગ્રહણ 2 ઓક્ટોબરના રોજ લાગી રહ્યુ છે. આ સૂર્ય ગ્રહણ રાત્રે 9.13 મિનિટ પર લાગશે અને 3 ઓક્ટોબરના રોજ સવારે 03.17 વાગે પુરૂ થશે. આ સૂર્ય ગ્રહણ બધી 12 રાશિઓ પર થવુ નક્કી છે. પણ સૂર્ય ગ્રહણની અસર બધી 12 રાશિઓ પર થવુ નક્કી છે. પણ તેમા પણ 5 રાશિના લોકો પર તેની નેગેટિવ અસર પડી શકે છે. જેનાથી તેમને સાવધ રહેવુ પડશે. સૂર્ય ગ્રહણના અશુભ પ્રભાવને કારણે તેમની લવ લાઈફમાં તનાવ થઈ શકે છે. જે બ્રેકઅપનુ કારણ બની શકે છે. બીજી બાજુ ધન હાનિ પોતીકાઓ સાથેના દગાનો પણ ડર રહેશે.
અંતિમ સૂર્ય ગ્રહણ 2024 - આ 5 રાશિના જાતકો પર આવશે સંકટ
મેષ - વર્ષનુ અંતિમ સૂર્ય ગ્રહણ મેષ રાશિનાના જાતકો માટે અશુભ થઈ શકે ચે. જે લોકો પ્રેમમાં છે તેમનો બ્રેકઅપ થઈ શકે છે. જેમના લગ્ન નક્કી તયા છે તે કોઈ ભૂલ ન કરે. કારણ કે તેમના લગ્ન તૂટવાની આશંકા રહે છે. નોકરિયાત લોકોને પોતાના તનાવ અને ગુસ્સા પર કંટ્રોલ કરવો પડશે. નહી તો કામ ખરાબ થઈ શકે છે. બિઝનેસમાં ખોટ થઈ શકે છે. શેરબજારથી દૂર રહો. રોકાણ ન કરશો. નહી તો ચૂનો લાગી શકે છે. આ દિવસ તમારા ધનમાં કમીનો સંકેત છે.
મિથુન - સૂર્ય ગ્રહણનો નેગેટિવ પ્રભાવ મિથુન રાશિ પર પણ થવાની આશંકા છે. તમારી તબિયત ખરાબ થઈ શકે છે. તેથી ખાનપાન અને લાઈફ સ્ટાઈલમાં ફેરફાર કરો. તેનાથી તમારુ કામ પ્રભાવિત થઈ શકે છે. દાંમ્પત્ય જીવનમાં તનાવ આવી શકે છે. કોઈના કહેવા પર કોઈ મોટુ રોકાણ ન કરશો. તમારો પૈસો ડૂબી શકે છે. તમારા ગુસ્સા અને વ્યવ્હાર પર કાબુ રાખો.
કર્ક - બિઝનેસ કરનારા કર્ક રાશિના લોકો સૂર્ય ગ્રહણના દિવસે સતર્ક રહે. ઓર્ડર પુરો કરી શકે છે. પણ તમારા પૈસા ફંસાવવાનો ભય છે. આ જ કારણે તમે ઉધારીનુ કામ ન કરો. નહી તો તમને ધન હાનિ થઈ શકે છે. તેનાથી તમે આર્થિક તંગીમાં ફસાય શકો છો. કામમા સફળતા મળવામાં મુશ્કેલી આવી શકે છે. તેનાથી તમારો આત્મવિશ્વાસ પ્રભાવિત થઈ શકે છે. નોકરિયાત લોકોના ફાલતૂ ખર્ચ રોકવા પડી શકે છે. પરિવારમાં તનાવ રહેવાની આશંકા છે.
સિંહ - સૂર્ય તમારી રાશિના સ્વામી છે અને તેના પર જ ગ્રહણ લાગશે. આ કારણે સિંહ રાશિના જાતકોને વૈવાહિક જીવનમાં ક્લેશ થઈ શકે છે. તેમાથી માનસિક પીડાનો સામનો કરવો પડશે. આ દિવસે તમે પ્રોપર્ટીમા રોકાણ કરવાથી બચવુ જોઈએ. નહી તો દગો થઈ છે. સાવધાન રહેવાની જરૂર છે. બિઝનેસ કરનારા લોકો ઉતાવળમાં કોઈ નિર્ણય ન લે. પૈસા ફસાઈ શકે છે.
મીન - સૂર્ય ગ્રહણના નકારાત્મક પ્રભાવથી મીન રાશિના લોકોનુ પારિવારિક જીવન ક્લેશપૂર્ણ થઈ શકે છે. ઘરના સભ્યો વચ્ચે વાદ વિવાદની સ્થિતિ બની શકે છે. તેનાથી ઘરનું વાતાવરણ તણાવપૂર્ણ બની જશે. તમારે તમારા સંબંધોનું ધ્યાન રાખવાની જરૂર છે. પૈસાનું યોગ્ય સંચાલન કરો, કોઈને ઉધાર ન આપો, આર્થિક નુકસાન થવાની સંભાવના છે. વેપારી વર્ગના લોકોનું કામ ધીમુ રહી શકે છે, જેના કારણે આવકમાં પણ ઘટાડો થશે.