Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

વર્ષ 2020માં સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે ઘરમાં લાવો આ વસ્તુઓ

વર્ષ 2020માં સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે ઘરમાં લાવો આ વસ્તુઓ
, સોમવાર, 30 ડિસેમ્બર 2019 (17:22 IST)
બધા લોકો ઈચ્છે છે કે વર્ષ 2020માં તમારાના જીવનમાં ખૂબ ઉન્નતિ અને  ધન સંપત્તિ  આવે અને  નવા વર્ષે એટલે કે 2020માં તમારી પણ પ્રગતિ થાય આ માટે તમારા ઘરમાં કેટલીક વસ્તુઓ લાવવી  ખૂબ લાભકારી હોય છે.  અમે કેટલાક એવા ઉપાય બતાવી રહ્યા છે જે કે વાસ્તુ મુજબ ઘરમાં લાવવાથી ખુશહાલી આવે છે. તો આવો જાણીએ 2020ના પ્રથમ દિવસે ઘરમાં શુ લાવીને મુકવુ જોઈએ. 
 
આર્થિક સંપન્નતા માટે 
 
બધા ઈચ્છે કે કે આવનારુ વર્ષમાં તેમની બેગણી ઉન્નતિ થાય. તેથી ઘરમાં આર્થિક પ્રગતિ અને સંપન્નતા માટે ધન કુબેરની મૂર્તિ લાવીને મુકો.  ધન કુબેરની મૂર્તિ ઘરના પૂજા સ્થાન પર મુકો અને પૂજા કરો. આવુ કરવાથી ઘરની આર્થિક સ્થિતિ મજબૂત થાય છે. 
 
ઘાતુથી બનેલો કાચબો અને ડ્રેગન ઘરમાં લાવો 
 
અમારા આવનારા વર્ષને સુખ શાંતિ અને સમૃદ્ધ બનાવવા માટે ઘરમાં ઘાતુથી બનેલો કાચબો ઘોડો કે ડ્રેગન લઈને આવો. તેને ઘરમાં લાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને નકારાત્મકતા દૂર થાય છે. 
 
નોકરી-વેપારમાં સંપન્નતા માટે 
 
નોકરી વેપારમાં સંપન્નતા માટે નવ વર્ષ એટલે કે 2020માં દેવી લક્ષ્મીના ચરણ ચિહ્ન તમારા ઘરે લાવો અને દરરોજ તેની પૂજા કરો. તેનાથી ઘરમાં આર્થિક સમૃદ્ધતા આવશે અને નોકરી વ્યવસાયમાં સફળતા પણ મળશે. 
 
દરેક કાર્યમાં સફળતા મેળવવા માટે 
 
નવા વર્ષમાં તમારા ઘરમાં લાફિંગ બુદ્ધા લઈને આવો. લાફિંગ બુદ્ધા ઘરે લાવીને તેને ઉત્તર પૂર્વ દિશામાં મુકવાથી ઘરમાં સંપન્નતા સાથે પોઝિટિવિટી આવે છે. સાથે જ તમને બધા કાર્યમાં સફળતા મળે છે અને પ્રગતિના નવા રસ્તા ખુલે છે. 
 
બધા અવરોધ દૂર કરવા માટે 
 
જો તમારા ઘર પર ખરાબ નજર લાગી હોય કે પછી તમને એવુ લાગતુ હોય કે તમારી સાથે બધુ નેગેટિવ થઈ રહ્યુ છે તો નવુ વર્ષ શરૂ થતા પહેલા ઘરના બધા અવરોધ દૂર કરી દો. આ માટે ઘરમાં પંચમુખી હનુમાનજીની મૂર્તિ લઈ આવો અને નવા વર્શમાં શુક્લ પક્ષમાં મંગળવારના દિવસે પંચમુખી હનુમાનજીની પ્રતિષ્ઠા કરો.  તેનાથી ઘરના બધા અવરોધ દૂર થઈ જશે. 
 
સૌભાગ્યમાં વૃદ્ધિ માટે 
 
ફેંગશુઈ મુજબ ઘરમાં વિંડ ચાઈમ લગાવવાથી ઘરમાં સકારાત્મકતા આવે છે. નવા વર્ષ 2020માં તમારા ઘરમાં વિંડ ચાઈમ લાવો અને ઘરના ઉત્તર પૂર્વ કોણમાં લગાવો. આવુ કરવાથી વ્યક્તિના સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે. 


Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આજનું રાશિ ભવિષ્ય : કેવો રહેશે તમારો આજનો દિવસ(30/12/.2019)